વવારમાં રેતીનું ગેરકાયદે ઉત્ખનન રેન્જ સ્તરેથી કાર્યવાહીમાં ઝપટે

વવારમાં રેતીનું ગેરકાયદે ઉત્ખનન રેન્જ સ્તરેથી કાર્યવાહીમાં ઝપટે
વવાર (તા.મુંદરા), તા. 25 (પ્રતિનિધિ દ્વારા) : આ ગામે ફરિયાદના અનુસંધાને પોલીસદળ દ્વારા રેન્જ સ્તરેથી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને રેતીનું ગેરકાયદે ઉત્ખનન પકડી પાડયું હતું. આ પ્રકરણમાં એક હિટાચી યંત્ર અને એક ડમ્પર કબજે કરાયાં હતાં. ઉદ્યોગો અને પવનચકકીઓ થકી ખનિજ તત્ત્વોની વધેલી માંગ વચ્ચે ગેરકાયદે ખનિજની ચોરીમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે આ ગામે ખાનગી માલિકીના ઢેબાઓ ઉપરથી રેતીની ગેરકાયદે ચોરીનું કારસ્તાન ઝડપી પડાયું હતું. જેના કારણે ખનિજચોર તત્ત્વોમાં ફડક પેસી ગઇ છે. ભુજ સ્થિત પોલીસદળની રેન્જ કચેરી ખાતેથી ત્રાટકેલી ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીમાં એક હિટાચી અને એક ડમ્પર પણ કબજે કરાયા હતા જેને મુંદરા મરિન પોલીસ મથકના હવાલે કરાયાં છે. બનાવના સ્થળની પૂર્ણ તપાસણી કર્યા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે તેમ મરિન ફોજદાર એસ.કે. ગઢવીએ જણાવ્યું હતું. જયારે રેપિડ રિસ્પોન્સ સેલના ફોજદાર પી.કે. ઝાલાનો સંપર્ક કરતાં તેમણે મામલાને સમર્થન આપ્યું હતું.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer