આડેસર પાસેથી ગેરકાયદે કોલસા સાથે બે ઝડપાયા

આડેસર પાસેથી ગેરકાયદે કોલસા સાથે બે ઝડપાયા
ગાંધીધામ, તા 25 : રાપર તાલુકાના આડેસર નજીક જંગલ ખાતાંએ ગેરકાયદે કોલસા ભરેલી  ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. કચ્છ વર્તુળ વિભાગના ઉચ્ચ વડા અશ્વિન પરમારની સૂચનાથી અને ડીસીએફ પી.એ. વિહોલના માર્ગદર્શન હેઠળ  ગત મોડી રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રી દરમ્યાન વન ખાતાની ટુકડી ત્રાટકતાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પેટ્રોલિંગ દરમ્યાન જીજે. 12.એયુ.8676 નંબરની ટ્રક પસાર થતાં તેનો પીછો કરી રોકવામાં આવી હતી. આરોપીઓ અબ્દુલ હુસેન મોખા અને રમજાન હુસેન લાડકની પૂછપરછ કરતા ટ્રકમાં રહેલા કોલસાના જથ્થાની કોઈ પરમિટ મળી ન હતી. ટ્રકમાં રહેલી કોલસાની 200 નંગ બોરી અને  ટ્રક સહિત રૂા. 9.80 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ટાસ્ક દળના ટીમ લીડર વાય.એ. કુરેશી, આડેસર રેન્જના ઈન્ચાર્જ લાલુભા જાડેજા, બી.એસ. ચૌધરી, એન. બી. રાઠોડ, હસુમતીબેન પટેલ, એ.એચ. ચૌધરી, એલ.ડી. બડીયાવદરા, નાથાભાઈ આહીર, ઘુડખર અભ્યારણના વનપાલ કે.બી. બુમ્બડીયા,  વનરક્ષક બી.આર. પાંડોર, એન.એન. સામતીયા, કરશન પારેઘી, પ્રવીણસિંહ જાડેજા વિગેરે જોડાયાં હતાં.  આ અંગેની તપાસ  આડેસરના આર. એફ. ઓ. એલ. બી. જાડેજા ચલાવી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer