કચ્છમાં થેલેસેમિયા નિયંત્રણની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ

કચ્છમાં થેલેસેમિયા નિયંત્રણની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ
ભુજ, તા. 25 : કચ્છ જિલ્લાને થેલેસેમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં સારી અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ ખાતે અગ્રસચિવ જયંતી એસ. રવિના હસ્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને એવોર્ડ એનાયત કરાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-અમદાવાદ ખાતે થેલેસેમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સારી કામગીરી કરનારા જિલ્લાને એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. થેલેસેમિયા નિયંત્રણ?કાર્યક્રમમાં કચ્છની એપ્રિલ 2016થી ડિસેમ્બર-2019ની કામગીરી જોતાં કુલ સેમ્પલ 25,145 લેવાયા હતા. કુલ એએનસી ક્રીનિંગ 23,818નું કરાયું હતું જેમાં પોઝિટીવ 1516 અને નેગેટીવ 22302 હતું. પતિનું કુલ ક્રીનિંગ 1327 કરાયું તેમાં પોઝિટીવ 146 જણાયા હતા જ્યારે નેગેટીવ 1181 હતા. પતિ અને પત્ની જે પોઝિટીવ હતા એવા કુલ એપ્રિલ 2016થી ડિસેમ્બર '19 દરમ્યાનના 146 હતા અને પ્રિનેટલ ડાયગ્નોસીસ ઉપર બાવન જણ હતા. મેજર કેસો એપ્રિલ 2016થી માર્ચ-17ના શૂન્ય હતા. એપ્રિલ 2017થી માર્ચ '18 અને એપ્રિલ 2018થી માર્ચ '19ના ચાર-ચાર જ્યારે એપ્રિલ '19થી ડિસેમ્બર '19ના પાંચ મળી કુલ એપ્રિલ '16થી ડિસેમ્બર '19ના મેજર કેસ 13 નોંધાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer