ભુજ સ્ટેશન રોડની ગટરલાઇન બેસી ગઇ

ભુજ સ્ટેશન રોડની ગટરલાઇન બેસી ગઇ
ભુજ, તા. 25 : શહેર અને ગટરલાઇનને 36નો આંકડો હોય તેમ બારે મહિના ગટરલાઇન બેસી જવાના વિવિધ વિસ્તારમાં બનાવો બનતા રહે છે. આજે ફરી અત્યંત વ્યસ્તએવા સ્ટેશન રોડ પાસે લાઇન સહિત રસ્તો બેસી જતાં સુધરાઇનું તંત્ર સમારકામ માટે ફરી ધંધે લાગ્યું છે. સ્ટેશન રોડ પર રવિ ટોકીઝ રસ્તે આશિષ ટાયર નજીક આજે સવારે એકાએક ભૂવો પડતાં વેપારીઓએ સુધરાઇને જાણ કરી હતી. ડ્રેનેજ શાખાનો સ્ટાફ ત્યાં ધસી આવ્યો હતો અને ત્યાં  ખોદકામ કરતાં નીચે જૂની લાઇન ધસી પડી હોવાનું જણાતાં મોટાપાયે ખોદકામ શરૂ થયું છે. આ વિસ્તારમાં ગટરલાઇન બેસી જવાની સમસ્યા જૂની છે.પરિણામે આ સંજોગોમાં એક સાંધતાં તેર તૂટે તેવી હાલત છે. અત્યાર સુધી ભુજ શહેરની ગટર પાછળ દરવર્ષે લાખોનું આંધણ થતું રહ્યું છે. સ્ટેશન રોડ પર અનેક બેન્કો આવેલી છે, તેમ વ્યવસાયિક પ્રતિષ્ઠાનો હોવાના લીધે દિવસભર સંખ્યાબંધ વાહનોની અવર-જવર છે, ત્યારે ફરી અહીં ખોદકામ થતાં હાલાકી વધી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer