પ્રજાસત્તાક દિન પૂર્વે રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

પ્રજાસત્તાક દિન પૂર્વે રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 25 : પ્રજાસત્તાક દિન પૂર્વે રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરતો કાર્યક્રમ ભુજના રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો. છેલ્લા 18 વર્ષથી શહેરની અલગ અલગ પ્રા. શાળાઓમાં બાળકોને રાષ્ટ્રધ્વજ, દેશભક્તિ ગીતના પુસ્તક સાથે અલ્પાહાર વિતરણનો કાર્યક્રમ યોજાય છે. શનિવારે સંસ્થા દ્વારા 36મો કાર્યક્રમ ભુજની શાળા નં. 24 (શિવનગર) પં.પ્રા. શાળામાં યોજાયો હતો. જેમાં 600થી પણ વધારે બાળકોને રોયલ ફાઉન્ડેશન તથા ડો. કવિતા (મીરાં) સચદે ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રધ્વજ, દેશ ભક્તિના પુસ્તકનું વિતરણ કરાયું હતું. આ તકે ભુજના પૂર્વ નગરપતિ તથા જાણીતા એડવોકેટ શંકરભાઇ સચદે, પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગરસેવકો માલશીભાઇ માતંગ, કાસમભાઇ કુંભાર, કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, સંગીતકાર શૈલેશ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌ અગ્રણીઓ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી સંસ્થાને બિરદાવી હતી.આચાર્ય પરેશભાઇ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના મંત્રી અને રાજ્ય સંઘના પ્રમુખ હરિસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. સંચાલન મ.શિ. દીપ્તિબેન ગોરે કર્યું હતું. કિશોરભાઇ કેશવાણી, ચન્દ્રિકાબેન જોશી, હિરેનભાઇ તન્ના, અમિતભાઇ ગોર, હેતલબેન જોશી, ભક્તિબેન તન્ના, ચિંતનભાઇ સોમૈયા વગેરે સહયોગ આપ્યો હતો. તેવું ઝંડાવાલા ચાચા તરીકે ઓળખાતા સંસ્થાના પ્રમુખ અનવર નોડેએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer