આડેસરમાં આહીર સમાજવાડીમાં સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયું

આડેસરમાં આહીર સમાજવાડીમાં સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયું
આડેસર (તા. રાપર), તા. 25 : આ ગામે રાપર સણવા રાધનપુર ચાર રસ્તે આદેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી આહીર સમાજવાડીમાં સાંસ્કૃતિક હોલનું સાંસદ વિનોદભાઇ ચાવડા, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, કચ્છ-પાટણ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઇ આહીરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. શ્રી મહેતા અને શ્રી ચાવડાએ પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નસાભાઇ દૈયા,  જિ.પં. સદસ્ય કાનજીભાઇ આહીર, ભાજપના પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોર, ભાજપ મહામંત્રી કાનજીભાઇ ભ્રાસડિયા, તા.પં. ન્યાય સમિતિના ચેરમેન બબીબેન સોલંકી, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ગાભાભાઇ ગોહીલ, કચ્છ કોલી ઠાકોર સમાજના પ્રમુખ કાનાભાઇ ગોહીલ, સણવા જાગીર ક્રિશ્નપાલસિંહ, રાપર તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન ઠક્કર, ફતેગઢના સરપંચ ભીમાભાઇ રાજપૂત, ખાંડેક સરપંચ શંકર મારાજ, રામવાવ સરપંચ ખેંગારભાઇ આહીર, મોડા સરપંચ કાનાભાઇ ગોહીલ, સણવા સરપંચ રામજીભાઇ સોલંકી, જદુપર ભંગેરા સરપંચ વેલાભાઇ ચાવડા, કીડિયાનગર સરપંદ દિલીપભાઇ જાદવ, તા. ભાજપના યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઇ રાજપૂત, વરણુ સરપંચ રમેશભાઇ મારાજ,  રાપર તા. રબારી સમાજ પ્રમુખ સાજણભાઇ, સુખપર સરપંચ ભચાભાઇ, તા.પં. સદસ્ય નારણભાઇ આહીર, ઉમૈયા સરપંચ વેલજીભાઇ આરેઠિયા, પ્રાગપરના સરપંચ દેવરાજભાઇ ચામરિયા, સુવઇના સરપંચ હરિલાલ રાઠોડ વગેરે ગામોના આગેવાનો, તા.વિ.અ.  ડી. જે. ચાવડા, તા.વિ. અધિકારી તુલસીભાઇ ઠાકોર વગેરે હાજર રહ્યા હતા. આહીર સમાજની ટીમમાં આડેસરના યુવા સરપંચ ભગાભાઇ આહીર, નાથાભાઇ આહીર, અરજણભાઇ ડાંગર, માદેવાભાઇ ભચાભાઇ, લાલાભાઇ, ખોડાભાઇ આહીર, ખીમજીભાઇ, લાલજીભાઇ, જયરામભાઇ, નારણભાઇ, માજી સરપંચ બાબુભાઇ?આહીર, ઉપસરપંચ રહીમભાઇ, ગ્રામ પંચાયતની તમામ ટીમ, જૈન સમાજના અગ્રણીઓ તેમજ આડેસરના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer