ભારત વિજયક્રમ જાળવવા રમશે

ઓકલેન્ડ, તા. 25 : ન્યૂઝીલેન્ડ સામે આવતીકાલે રવિવારે અહીં `હાઇ સ્કોરિંગ' ઇડન પાર્ક પર બીજા ટી-20 મુકાબલામાં  ટીમ ઇન્ડિયા બેટિંગ મોરચે `િવજયી સંયોજન'માં કોઇ જાતનો  બદલાવ નહીં લાવે, પરંતુ બોલિંગના મોરચે કેટલાક ફેરફાર જરૂર થઇ શકે છે. ભારત વિજયક્રમ જાળવી રાખવા ઉતરશે. મોહંમદ શામી અને શાર્દુલ ઠાકુર મોંઘા પૂરવાર થયા હતા.જોકે, શામી ટીમમાં રહેશે જ, પરંતુ રવિવારે ટીમ ઇન્ડિયામાં શાર્દુલને આરામ આપી, નવદીપ સૈનીને સમાવાય, તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જે પૈકી ન્યૂઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને દેખાવ સુધારવાની તક છે. ન્યૂઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યું છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યૂઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી. આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો કુલ 12 મેચો રમાઇ છે.  જે પૈકી ન્યૂઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી પોતાના નામે કરી  લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે. પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાનાર છે. વન-ડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer