તો પાક.ટીમ પણ ભારતનો પ્રવાસ નહીં કરે : પીસીબી

લાહોર, તા. 25 : પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)ના મુખ્ય કારોબારી વસીમ ખાને ટી-20 એશિયા કપના આયોજનનો અધિકાર છોડવાનો પાકિસ્તાને નિર્ણય કર્યો હોવાના અહેવાલો ફગાવ્યા છે. તેમજ ધમકી આપી હતી કે જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહી આવે તો પાકિસ્તાન પણ 2021માં ભારતમાં થનારા ટી-20 વિશ્વકપમાં ભાગ લેવાનો ઈન્કાર કરશે. બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનમાં ટી-20 શ્રેણી અને બે આઈસીસી ટેસ્ટ વિશ્વ ચેમ્પિયનશિપના મેચ માટે ટીમ ત્રણ તબક્કામાં મોકલવા રાજી થયા બાદ એવા અહેવાલ સામે આવ્યા હતા કે પાકિસ્તાને સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપના આયોજનનો અધિકાર બાંગલાદેશને આપી દીધો છે. વસીમે પાકિસ્તાની અખબારને કહ્યું હતું કે, આયોજન સ્થળ બદલવું એ પીસીબી કે આઈસીસીનો વિશેષાધિકાર નથી. કારણ કે તેના ઉપર કોઈ નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સીલ કરી શકે છે. જો કે ખાને માન્યું હતું કે ભારત સાથે તનાવના કારણે પાકિસ્તાન એશિયા કપના આયોજન માટે બે સ્થળ ઉપર વિચાર કરી રહ્યું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer