હોકી ઇન્ડિયાએ શિબિર માટે 32 ખેલાડીઓની કરી ઘોષણા

નવી દિલ્હી, તા. 25 : હોકી ઈન્ડિયાએ ઈજામાં વાપસી કરનારા ડ્રેગફિલ્કર વરુણ કુમારને શનિવારે પુરુષ રાષ્ટ્રીય શિબિરમાં પસંદ કરવામાં આવેલા 32 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ સામે આગામી મહિને થનારા એફઆઈચે પ્રો લીગ મુકાબલા માટે શિબિર યોજવામાં આવી રહી છે. નેધરલેન્ડ ઉપર એફઆઈએચ હોકી પ્રો લીગમાં  શાનદાર જીત બાદ ભારતીય પુરુષ ટીમ હવે ભુવનેશ્વરમાં શિબિરમાં ભાગ લેશે. બેલ્જિયમ સામે મેચ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ રમાશે. કોર ગ્રુપમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ છે. જેમાં પીઆર શ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કાર્કેરા, હરમનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર,  બીરેન્દ્ર લાકડા, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા અને વિવેક સાગર પ્રસાદ સામેલ છે. એક વર્ષ બાદ નેધરલેન્ડ સામે શાનદાર  વાપસી કરનારા ચિંગલેનસાના સિંહનું પણ યુવા સ્ટ્રાઈકર દિલપ્રીત સિંહ, રાજકુમાર પાલ, નીલમ સંદીપ જેસ અને દિપ્સન ટિર્કી સાથે છે. ટીમમાં એસવી સુનીલ, આકાશદીપ સિંહ, રમનદીપ સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ વગેરે પણ સામેલ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer