ટેસ્ટ મેચમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ફસાયો બેન સ્ટોક્સ

નવી દિલ્હી, તા. 25 : દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન માત્ર બે રને આઉટ થતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બેન સ્ટોક્સ વિવાદમાં ફસાયો છે. વાંડરર્સ સ્ટેડિયમમાં ગુસ્સામાં નિકળેલા શબ્દો રેકોર્ડ થયા હતા અને લાઈવ મેચ દરમિયાન પ્રસારિત પણ થયા હતા. જો કે ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયેલા સ્ટોક્સે ટ્વિટ કરીને માફી માગી હતી. પરંતુ માફી પહેલા ચાહકોના ગુસ્સાનો શિકાર બન્યો હતો. સ્ટોક્સ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો તો અમુક લોકોએ મજાક કરી હતી. જેનાથી સ્ટોક્સ અંકુશ ગુમાવીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી બેઠો હતો. આ માટે બેન સ્ટોક્સ ઉપર મેચના સત્તાવાર બ્રોડકાસ્ટરે પણ ફુટેજ બતાવવા બદલ માફી માગી હતી. સ્ટોક્સે માફી માગતા કહ્યું હતું કે, તે અભદ્ર ભાષાના ઉપયોગ માટે માફી માગે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer