પૂર્વ કચ્છ માટે 9મીથી ક્રિકેટ ટૂર્નામેન્ટ

ગાંધીધામ, તા. 25 : અહીંના કચ્છ ડિસ્ટ્રીકટ(રૂરલ) ક્રિકેટ એસોસિએશન દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલ ચેમ્પિયન ટ્રોફી 2020 ક્રિકેટ  ટૂર્નામેન્ટનું  કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગથી તા.9/2થી તા.16/2 સુધી આયોજન કરાયું છે, જેમાં પૂર્વ કચ્છની માન્ય હાઈસ્કૂલના 19 અને 16 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લઈ શકશે.આ ટૂર્નામેન્ટમાં  દરેક મેચ 20-20 ઓવરની રહેશે. પૂર્વ કચ્છની ઈચ્છુક  હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા  અન્ડર 19ના ખેલાડી તા.1/9/2001 પછી તથા અન્ડર 16ના ખેલાડી તા.1/9/2004 પછી જન્મેલા હોવા જોઈએ. શાળાના  જવાબદાર અધિકારીએ ફોર્મ ભરી સહી-સિક્કા સાથે મોકલવાનું રહેશે. ટીમના 15 ખેલાડીઓના નામ, જન્મતારીખ, જી.આર.નંબર સહિતની વિગતો તથા પ્રત્યેક ખેલાડીના પાસપોર્ટ સાઈઝના  ફોટો સાથે  તા.31/1/2020ના સાંજે  6 વાગ્યા સુધી  કેડીઆરસીએના મંત્રી શરદ શેટ્ટીને બી.બી.ઝેડ.એસ.12, હોટેલ ચાવલા કેફેની ઉપર  ફોર્મ મોકલવાના રહેશે. શાળાના જનરલ રજિસ્ટરમાં નોંધાયેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આચાર્યએ જી.આર. પરથી જન્મની  તારીખની ખરાઈ કરી  વિદ્યાર્થીઓના ફોટો ઉપર સહી કરી એન્ટ્રી મોકલવા જણાવાયું છે. ટૂર્નામેન્ટમાં  પ્રવેશ ફી નિ:શુલ્ક રાખવામાં આવી છે. દરેક ટીમમાં લઘુતમ 3 ખેલાડીઓ અન્ડર 16ના રમાડવા પડશે. દિલ્હી  પબ્લિક સ્કૂલ ટ્રોફીની બધી મેચો બી.સી.સી.આઈ. ના નિયમો તથા નોક આઉટ પ્રમાણે રમાશે. ભાગ લેનાર ટીમોએ  સફેદ ક્રિકેટ યુનિફોર્મમાં  બુટ તથા  ક્રિકેટ કિટ સાથે મેચના  એક કલાક પહેલા નક્કી કરાયેલા  મેદાન ઉપર  સંચાલકને રિપોર્ટ કરવાનો રહેશે. ટીમ સાથે આવનાર કોચ/ મેનેજર  શાળા સાથે સંકળાયેલા ન હોય તો શાળા આચાર્યનો અનુમતિનો પત્ર સાથે  લાવવાનો રહેશે.અમ્પાયરનો નિર્ણય બન્ને ટીમોને બંધનકર્તા રહેશે. મેચ ટાઈ થાય તો ટોસ કરીને જીત નકકી કરાશે. કોઈ પણ પ્રકારના વાંધાના કિસ્સામાં જયુરી કમિટીનો નિર્ણય અંતિમ રહેશે જેને કોઈ રીતે પડકારી શકાશે નહીં.  નિયમો કે અન્ય વધુ માહિતી માટે રામકરણ તિવારી (ભૈયા) મો. 9825229888, મદન છતાની,મો. 9825439600, અશ્વિની કચ્છાવા મો. 9825241429 ઉપર સંપર્ક કરવાએક  યાદીમાં જણાવાયું છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer