રાજસ્થાનથી સગીર કન્યાનું અપહરણ કરી લાવનારો આરોપી ખાવડા નજીક ઝડપાયો

ભુજ, તા. 25 : રાજસ્થાન ખાતેથી સગીર વયની કન્યાનું અપહરણ કરીને ભાગનારા આરોપી ચન્દ્રાસિંહ ભીખાસિંહ ચૌહાણ (ઉ.વ.21)ને ખાવડા ત્રણ રસ્તા ખાતેથી ખાવડા પોલીસે પકડી પાડયો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ઓંગણા પોલીસ મથકમાં સગીરાના અપહરણનો આ ગુનો દાખલ થયો હતો. આરોપી ચન્દ્રાસિંહ ચૌહાણને ખાવડા ત્રણ રસ્તા ખાતેથી આશાપુરા હોટલના છાપરા નીચેથી પકડી પડાયો હતો. ખાવડા પોલીસે કોમ્બિંગ નાઇટ દરમ્યાન આ કાર્યવાહી કરી હતી. તેમ સત્તાવાર સાધનો દ્વારા જણાવાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer