મોટી ચીરઈમાં ટ્રેક્ટર ઊથલતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 25 :ભચાઉ તાલુકાના મોટી ચીરઈમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા 22 વર્ષીય  પ્રવીણ હરજી  કોલીનું તત્કાળ મોત નીપજયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 19 જાન્યુઆરીના સવારે 8.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. જી.જે.12.ડીએસ.0831 નંબરના ટ્રેકટરના ચાલક યોગેશ ઉર્ફે  જગા માદેવા વીરડાએ પૂર ઝડપે ટ્રેકટર ચલાવતા કાદવ કીચડમાં પલટી ખાઈ ગયું હતું. હતભાગી યુવાન  ટ્રેકટર તળે કચડાઈ જતા માથા સહિતના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર મળે તે પૂર્વે જ તેનું  મોત નીપજયું હતું. પોલીસે હરજી પોપટ કોલીની ફરિયાદના આધારે ગુનો નોંધી ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer