ગાંધીધામમાં નાણાં લઈ ખરીદેલું વાહન ન આપતાં થઈ ફરિયાદ

ગાંધીધામ,તા 25 : ઓનલાઈન વાહન ખરીદવા બાબતે ગાંધીધામના યુવાને રસ દાખવ્યા બાદ વાહન ન આપી બે શખ્સોએ છેતરપિંડી કરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે  ફરિયાદી ગજાનન સીતારામ શર્માએ આરોપીઓ વિકાસ અને રતન સામે વિશ્વાસઘાત સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.  છેતરપિંડીનો આ બનાવ ગત તા. 16 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીના ગાળામાં બન્યો હતો. ફરિયાદી યુવાને ઓએલએક્સ ઉપરથી એક્ટિવા વાહન ખરીદવા બાબતે રસ દાખવ્યો હતો.આ બાબતે ફરિયાદીએ આરોપીઓને પેટીએમ મારફત જુદા જુદા સમયે રૂા.28 હજાર મોકલ્યા હતા. પૈસા ચૂકવી દીધા બાદ આરોપીઓઁએ એક્ટિવા આપ્યું ન હતું. ફરિયાદી ડીલીવરી કયારે આપશો તેવું કહેતા હતા ત્યારે આરોપીઓ  રકમ ભરવાનું કહેતા હતા, પરંતુ વાહન પહોંચાડયું ન હતું.  બાદમાં બન્નેના ફોન બંધ થઈ  ગયા હતા.  આરોપી વિકાસ પોતાને આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપતો હોવાનું પોલીસે કહ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer