પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જ આખો દિ'' વીજતંત્રનું ગુલામ નખત્રાણા

નખત્રાણા, તા. 25 : પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ એક આખેઆખો દિવસ નખત્રાણાને વીજતંત્રની ગુલામી સહન કરવી પડી હતી. વીજતંત્રએ  સમારકામના નામે સવારે બંધ કરેલી લાઇટ ગઇ?તે ગઇ?સાંજે 7.30 સુધી પરત નહોતી ફરી અને આખેઆખું નગર અંધકાર ઓઢીને બેસી રહ્યું હતું. ધોરીમાર્ગ પર આવેલા અને સાંકળા રસ્તાઓના લીધે વખતોવખત ટ્રાફિક સમસ્યાનો ભોગ બનતા નખત્રાણામાં આજે શનિવારે વથાણ ચોકમાં ટ્રાન્સફોર્મર તથા વીજ પોલ સહિતની લાઇન નાખવાનું કામ પીજીવીસીએલએ આગોતરી જાહેરાત સાથે શરૂ કર્યું હતું અને સવારે 10 વાગ્યામાં જ વીજ જોડાણ ઠપ કરી દીધો હતો.સવારના કપાયેલો આ વીજ પુરવઠો બપોર સુધી પૂર્વવત્ ન થતાં ગામલોકોએ ટેલિફોનિક પૂછપરછ શરૂ કરી હતી. પ્રથમ તબક્કે બે મિનિટ-પાંચ મિનિટમાં લાઈટ આવશે તેવા જવાબ આપનારા તંત્રએ લાઇટ ન આવવાના કોઇ?જ સચોટ કારણ સાંજના સાડા સાત સુધી આપ્યા ન હતા અને દિનભર ગુલામી ભોગવેલા વીજધારકોએ  સાંજે કચેરીએ રૂબરૂ પૂછપરછ કરી તો કોઇ ફોન ઉપાડતા નહોતા, કોઇ?યોગ્ય જવાબ પણ આપતા નહોતા. જાણે કોઇ પૂછનાર જ ન હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer