નકલી દેશી ઘીના મામલામાં મૂળ સુધી તપાસ લઇ જવાની કોંગ્રેસની માગણી

ભુજ, તા. 25 : અત્રેની નવી જથ્થાબંધ બજાર સ્થિત ખાનગી પેઢીમાંથી ભેળસેળવાળું દેશી ઘી ઝડપાવાના મામલામાં સર્વગ્રાહી છાનબીન હાથ ધરીને સંબંધિત તંત્રો મૂળ સુધી પહોંચી નશ્યતરૂપ કાર્યવાહી કરવા સાથે લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાંને અટકાવે તેવી માગણી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામાસિંહ એમ. ભાટીએ જણાવ્યું હતું કે ગત દિવાળીના અરસામાં તેમણે ભેળસેળિયાં ઘી અને તેના કારણે લોકોના સ્વાસ્થ્યને થતી હાનિ સહિતના મુદ્દાઓ કેન્દ્રમાં રાખીને સંબંધિત તંત્રો સમક્ષ રજૂઆત કરી હતી. પણ કોઇ યોગ્ય પગલાં ન લેવાતાં આ પ્રવૃત્તિ હજુયે જારી રહી છે.પોલીસ દ્વારા હવે જયારે કાર્યવાહી હાથ ધરાઇ છે, ત્યારે તપાસ અંતગર્ત આ કારસ્તાનના સર્વગ્રાહી પાસાંનો પર્દાફાશ કરાય અને જવાબદારો સામે નશ્યતરૂપ કાર્યવાહી કરી દાખલો બેસાડતી કામગીરી કરાય તેવી માગણી શ્રી ભાટીએ કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer