જી. કે. જનરલમાં મગજમાં હેમરેજનાં દર મહિને કરાતાં 4થી5 ઓપરેશન

ભુજ, તા. 25 : કચ્છમાં મગજના હેમરેજના દર્દીને જી. કે. જનરલ હોસ્પિટલમાં ન્યૂરોસર્જનની નિમણૂક થવાથી રાહત થઇ છે.દર મહિને આવાં 5થી 6 ઓપરેશન  થાય છે પરિણામે આવી શત્રક્રિયા માટે દર્દીને કચ્છ બહાર જવું પડતું નથી. આવું જ એક ઓપરેશન નલિયાના અકસ્માતગ્રસ્ત કિશોર વયના ભરત સુમરા ઉપર કરી અને જીવતદાન અપાયું હતું. નલિયા એરફોર્સ રોડ ઉપર રહેતા ભરતને પૂરપાટ જતાં વાહનની ટક્કર વાગતાં મગજનું હેમરેજ થયું હતું. તેને જી. કે.માં લવાયો ત્યારે બેભાન અવસ્થામાં હતો. ન્યૂરો સર્જન ડો. ભાવિન પટેલે મગજના હેમરેજનું નિદાન કરી તુરંત જ ઓપરેશન ઉપર લઇ મગજની જમણી બાજુ ખોપરી ખોલી ફાટેલી નસમાં લોહીનો પ્રવાહ બંધ કરી ખોપરી પુન: બેસાડી દીધી હતી. દર્દી સાત દિવસમાં ચાલતો થઇ ગયો હતો. આ ઓપરેશન દરમિયાન એનેસ્થેટિક વિભાગે સહકાર આપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer