દેઢિયામાં ઘાતક અને તીક્ષ્ણ હથિયારો વડે મારામારી : સામસામી ફોજદારી દાખલ

ભુજ, તા. 25 : તાલુકાના પચ્છમ (ખાવડા) વિસ્તારના દેઢિયા (જુણા) ગામે બે જૂથ વચ્ચે ઘાતક અને તિક્ષ્ણ હથિયારો વડે થયેલી મારામારીમાં બંને પક્ષના એકએક જણને ઇજા થવા સાથે આ મામલે સામસામી મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદો લખાવાઇ છે. ખાવડાથી ઉત્તરે 28 કિ.મી. દૂર આવેલા દેઢિયા (જુણા) ગામે આજે સવારે સાતેક વાગ્યાના સુમારે મારામારીની આ ઘટના બની હતી. જેમાં એકપક્ષના નાલેમીઠા અદ્રેમાન સમા (ઉ.વ.22) અને સામાપક્ષના કરમ્યાણીબાઇને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. પોલીસે આ માહિતી આપતા જણાવ્યું હતું કે બનાવ બાબતે નાલેમીઠા સમાએ સામાજૂથના હાસમ તૈયબ સમા, તમાચી હાસમ સમા, મજીદ હાસમ સમા, ઇશા હાસમ સમા, અઝિઝ હાસમ સમા, ઉમર તૈયબ સમા, મીરા દેશર સમા, રાયબ મામદ્રીમ સમા, મામદ્રીમ દેશર સમા, સીધીક જુશબ સમા અને જબાર ઉમર સમા સામે હુમલા અને મહાવ્યથા સહિતની કલમ તળે ફરિયાદ લખાવી હતી. જયારે હાસમ તૈયબ સમા દ્વારા અદ્રીમ ઇશાક સમા, નાલેમીઠા અદ્રીમ સમા, હારૂન રહીમના સમા, હનિફ હારૂન સમા, મામદ હમીર સમા, ભીલાલ હમીર સમા, અબ્દુલ્લા હાસમ સમા અને અઝિઝ હમીર સમા સામે મહાવ્યથાનો ગુનો દાખલ કરાવ્યો હતો. મજીદ અને તૈયબ નામના છોકરાઓની આગેવાનોને ભલામણ કરવાના મુદ્દે તથા મજીદને ગામમાં લઇ આવવાનો મુદ્દો મારામારી માટે નિમિત્ત બન્યાનું ફરિયાદોમાં લખાવાયું છે. ખાવડા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer