ફતેહગઢ-થોરિયારી પેટા કેનાલનાં કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ

ગાગોદર (તા. રાપર), તા. 25 : તાલુકાના ફતેહગઢ-થોરિયારી વચ્ચે કરાયેલાં નર્મદાનાં કેનાલનાં કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ- ગાગોદરના પ્રમુખ ભરવાડ ધારાભાઇ કલાભાઇએ કર્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને પાઠવાયેલા પત્રમાં જણાવાયા મુજબ ફતેહગઢથી થોરિયારી વચ્ચે નર્મદાની કેનાલનું કામ અત્યંત નબળું કરાયું છે, જેના કારણે તેમાં પાણી આવતાં જ તે તૂટી જશે. આ કામો વહેલીતકે પૂર્ણ કરવા માંગ કરી છે. અન્યથા આગામી તા. 1લી માર્ચથી ઉપવાસ પર ઊતરવાની ચીમકી અપાઇ છે.આ રજૂઆતમાં કરણીસેનાના અનિરુદ્ધસિંહ જાડેજા, દલિત સેનાના માયાભાઇ, ભાજપ મહામંત્રી અનોપસિંહ જાડેજા, ઇન્દ્રજિતસિંહ જાડેજા, પ્રભુલાલ મેતા, નવીન વોરા વગેરે  જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer