હવે પ્રજ્ઞાચક્ષુઓ અથડાયા વિના ડિવાઈસથી સુરક્ષિત રીતે પોતાના ગંતવ્યસ્થાને પહોંચશે

હવે પ્રજ્ઞાચક્ષુઓ અથડાયા વિના ડિવાઈસથી સુરક્ષિત રીતે પોતાના ગંતવ્યસ્થાને પહોંચશે
ભુજ, તા. 21 : વિકલાંગ વિદ્યા વિહાર સંચાલક નવચેતન અંધજન મંડળ-માધાપર ખાતે જાણીતી કંપની ઓએનજીસીના સીએસઆર ફંડમાંથી કચ્છના 334 જેટલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને મોબિલિટી ડિવાઈસ ટોર્ચ-આઈટી વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ વિતરણના મેગા કેમ્પમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા લોકપાલ કાર્યાલય-અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ મેનેજર ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી, શ્રીરામ મિનરલ્સના મોહિતભાઈ સોલંકી, લાયન્સ ક્લબ ઓફ ભુજના શૈલેન્દ્રભાઈ રાવલ, સમાજ સુરક્ષા ઈન્ચાર્જ અધિકારી જે. આર. પટેલ, સર્વ શિક્ષા અભિયાન આઈઈડી કોર્ડિનેટર વિષ્ણુભાઈ પ્રજાપતિ, સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, મંત્રી હિમાંશુભાઈ સોમપુરા, ઝીણાભાઈ ડબાસિયા, મુરજીભાઈ ડબાસિયા, હરજીભાઈ લાછાણી, દામજીભાઈ ઓઝા ઉપસ્થિત રહી 334 જેટલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટોર્ચ-આઈટી અર્પણ કર્યા હતા. ટોર્ચ-આઈટી તરફથી આવેલા ગગનભાઈ મહેતા, મનનભાઈ ભટ્ટ તથા મીતભાઈ દ્વારા ટોર્ચ-આઈટી સાધનના ઉપયોગ વિશે સામૂહિક તથા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાધન દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના હાથમાં અથવા સફેદ લાકડીમાં ફીટ થયા બાદ 8 ફૂટ, 6 ફૂટ અને 2 ફૂટના અંતરેથી સેન્સર દ્વારા અવરોધ ડિટેક્ટ કરી વાઈબ્રેશન દ્વારા એલર્ટ કરે છે. પરિણામે તેઓ અથડાયા વિના સુરક્ષિત રીતે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રજ્ઞાચક્ષુ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલી સેવાઓ દિવ્યાંગજનોને આપવામાં આવી તથા બેન્કિંગ વિશે સવિસ્તાર માહિતી આપી હતી.આ કેમ્પમાં કચ્છનાં 10 તાલુકાના પ વર્ષથી 60 વર્ષ?સુધીના પ્રજ્ઞાચક્ષુઓએ ભાગ લીધો હતો. સંચાલન મનીષાબેન માધાપરિયાએ કર્યું હતું. જ્યારે કેમ્પમાં ચીફ કોર્ડિનેટર દીપકપ્રસાદ, કો. ઓર્ડિનેટર રશ્મિકાંત પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય રસીદભાઈ સંઘવાણી તથા વહીવટી કર્મચારીઓએ સેવા આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer