અંજારમાં પુસ્તક પરબના 18 મણકા યોજાયા, આવતો મણકો બીજી ફેબ્રુ.ના

અંજારમાં પુસ્તક પરબના 18 મણકા યોજાયા, આવતો મણકો બીજી ફેબ્રુ.ના
અંજાર, તા. 21 : અહીંની રોટરી ક્લબ સંચાલિત માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણ અર્થે ગુજરાતભરના વિવિધ ક્ષેત્રોમાં ચાલતા પુસ્તક પરબ કાર્યક્રમ હેઠળ અંજાર શહેરમાં 18મો મણકો યોજાઈ ગયો. 19મો મણકો એ જ સ્થળે એ જ સમયે તા. 2/2ના આયોજિત થશે. સવારે 7થી 8.30 યોજાતા આ પરબમાં સારી એવી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. 18મા મણકામાં 199 પુસ્તકોની આવક થઈ, તો 91 પુસ્તકની જાવક થઈ હતી.આ પુસ્કતની પરબમાં રાજેશભાઈ, પન્નાબેન પલણ, વેલજીભાઈ આહીર, જયભાઈ, અઝીઝ ખત્રી, સોની રિદ્ધિ, મગનભાઈ કન્નર, તૃપ્તિબેન સંપટ, અજિતભાઈ કોડરાણી, વીનેશભાઈ સોરઠિયા, ડો. પ્રજ્વલ સોરઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન રાજ સોમૈયા અને હરીશભાઈ ઠક્કર જહેમત લઈ રહ્યા છે. આ સફળ કાર્યક્રમ બદલ સાહિત્ય સૌરભના અમૃતલાલ સ્પંદને આભાર માન્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer