કાલથી ભુજમાં યોજાનારી મેગા યોગ શિબિરની તડામાર તૈયારીઓ

કાલથી ભુજમાં યોજાનારી મેગા યોગ શિબિરની તડામાર તૈયારીઓ
ભુજ, તા. 21 : શહેરમાં 23મી જાન્યુઆરીથી યોજાનારી નિ:શુલ્ક યોગ પ્રાણાયામ શિબિર તેમજ સૂર્ય નમસ્કારના રેકોર્ડ માટે પ્રચાર-પ્રસારની પૂરજોશથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં 48 જેટલી વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ-મહિલા મંડળો, ક્લબોનો સહયોગ સાંપડી રહ્યો છે. `કચ્છમિત્ર' મીડિયા પાર્ટનર તરીકે રહેશે. જ્યુબિલી ગ્રાઉન્ડમાં તા. 23 જાન્યુઆરીથી સવારે 6.0 થી 8 સુધી ત્રિ-દિવસીય મેગા નિ:શુલ્ક યોગ પ્રાણાયામ શિબિર તેમજ સૂર્ય નમસ્કારના રેકોર્ડના પ્રચાર અને પ્રસાર માટે વેદાંગ યોગ ક્લાસ-ભુજના યોગ શિક્ષિકા તેમજ યોગ બોર્ડ ગુજરાતના પ્રમાણિત યોગ કોચ  પૂર્વી સોની તેમજ જાગૃત કાર્યકરોએ યોગ માટે જાગૃત કરવાના આ ભગીરથ કાર્યમાં પતંજલિ યોગ સમિતિ કચ્છના કાર્યકરો આને સફળ બનાવવા દિવસ-રાત    એક કરી રહ્યા છે. આ મેગા શિબિરમાં શહેરસેવાના કાર્ય સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત સહકાર આપતી સંસ્થાઓમાં સર્વમંગલ આરોગ્યધામના ટ્રસ્ટી મધુભાઈ સંઘવી, ભુજ નગરપાલિકા, વેદાંગ યોગ ક્લાસના સાધકગણ, મીડિયા પાર્ટનર  કચ્છમિત્ર, પતંજલિ યોગ સમિતિ કચ્છ, ઉમા યોગ કેન્દ્ર, કબીર મંદિર ટ્રસ્ટ,પતંજલિ યોગ ક્લાસ-રાજેન્દ્ર પાર્ક-ભુજ, પુનિતવન ગ્રુપ, આર્ય સમાજ-ભુજ, ભુજ લોહાણા મહાજન, લાયન્સ ક્લબ ઓફ ભુજ, વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજ-ભુજ, નાગર સમાજ - ભુજ-કચ્છ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, વાગડ સાત ચોવીસી જૈન સમાજ-ભુજ, માકપટ જૈન સમાજ-ભુજ, રાહગિરિ ગ્રુપ-ભુજ, સુપાર્શ્વનાથ જૈન સેવા મંડળ-ભુજ, વીશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ-ભુજ, નાગર જ્ઞાતિ-ભુજ, રોટરી વોલસિટી-ભુજ, અપૂર્વ મહિલા ગ્રુપ, સાઈનિગ લેડીઝ ગ્રુપ, રિધમ યોગ મળીને 48 સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે અને હજુ પણ અન્ય સંસ્થાઓ આ કાર્ય માટે આગળ આવી રહી હોવાનું યાદીમાં જણાવી ભુજ તેમજ કચ્છને યોગમય બનાવવા આપણે બધા `કરો યોગ રહો નિરોગ' અને `ખુદ કરો ખુદ પાઓ' યાદ કરી યોગની ગંગામાં ડૂબકી લગાવવા અનુરોધ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer