વિકલાંગને દિવ્યાંગ નામ અપાયું પણ તેમનો ઉદ્ધાર થયો નથી

વિકલાંગને દિવ્યાંગ નામ અપાયું પણ તેમનો ઉદ્ધાર થયો નથી
ભુજ, તા. 21 : વિકલાંગને દિવ્યાંગ શબ્દ આપવાથી તેમનો ઉદ્ધાર થયો નથી તેવું પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ જણાવી કચ્છ દિવ્યાંગ સંગઠન દ્વારા કલેકટર કચેરી સામે યોજેલા ધરણામાં જોડાયા હતા.જિલ્લા કલેકટરની કચેરી સામે ગઇ કાલથી ધરણા પર બેઠેલા વિકલાંગ ભાઇ-બહેનોએ તેમની વ્યથા વારંવાર સરકાર અને તંત્ર સામે કરી પણ કોઇ સાંભળવા તૈયાર નથી. અગાઉ તેમજ ગઇકાલે આવેદનપત્ર આપ્યું છતાં કોઇ પ્રત્યુતર ન મળતાં કચ્છના વિકલાંગ ભાઇ-બહેનો ધરણા શરૂ કર્યા જેને 24 કલાક થવા છતાં સરકાર અને સરકારી તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. તેવું રફિક મારાએ યાદીમાં જણાવી ઉમર્યું કે, આ વિકલાંગોની નજીવી માંગણી છે. 40 ટકા ઉપર તમામ વિકલાંગોને સરકારી યોજનાનો લાભ મળે, સરકારી યોજનાઓનો લાભ મળે. બી.પી.એલ. યાદીમાં સમાવેશ કરાય, રોજગાર ભથ્થું મળે, સહિતની માંગ છે. દુ:ખદ બાબત એ છે કે, સચિવાલય ખાતે મળવા ન આપ્યા ધક્કામુકકી કરી 35 વિકલાંગોની ધરપકડ કરાઇ હતી. વડાપ્રધાને વિકલાંગોને દિવ્યાંગ નામ આપ્યું પણ સહાય કે રોજગારની ભેટ આપી નથી. જે શરમજનક બાબત હોવાનું જણાવી જો બે દિવસમાં દિવ્યાંગોને ન્યાય નહીં મળે તો અનિશ્ચિત ધરણામાં સાથે જોડાવાની ચીમકી પણ યાદીમાં અપાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer