ભાષાના વિસ્તારને વધારવા માટે આવા કાર્યક્રમો માધ્યમ બને છે

ભાષાના વિસ્તારને વધારવા માટે આવા કાર્યક્રમો માધ્યમ બને છે
ભુજ, તા. 21 : કચ્છી સાહિત્ય મંડળ અંતર્ગત કચ્છી ભાષાના પ્રચાર-પ્રસાર માટે બેઠક હોટલ વિરામ ખાતે મળી હતી. સૂત્ર સંચાલન કરતા કૃષ્ણકન્ત ભાટિયા `કાન્તે' સહુને આવકારતાં પરાગ પૂર્તિમાં કચ્છમિત્રે શરૂ કરેલી નવી બે કોલમો કચ્છી ભાષાના વિકાસ માટે પાયારૂપ લેખાવી હતી.ગદ્ય-પદ્ય-પઠનમાં કાનજી મહેશ્વરી રિખીયો, જગદીશચંદ્ર ગોર, પાગલે ટૂંકી વાર્તાઓ, ગોસ્વામી મેહુલપુરી હિતેનપુરી `બરસાત'એ `થઈ વ્યા', રિતેશ ચંદે `દીવાના'એ `મનોમંથન', કૃષ્ણકાન્ત ભાટિયાએ `ધીણોધર', ચંદ્રવદન મહેતા `સારસે' ગઝલ,  રંજનબા જાડેજા (આદિપુર) `જગતમેં', ચંદ્રકાન્ત ધલે અછાંદસ, લાલજી મેવાડા `સ્વપ્ન'એ કવિત, અશોક માંડલિયાએ `ગઝલ', જોશી મોહનલાલે `કરેતો', શિવજીભાઈ મોઢ `િશવ'એ મુક્તક, ખાનજી દેવાજી જાડેજાએ `કાવ', યાજ્ઞવલ્કય જોશી `િદ્વજ'એ શેરિયત, કમર કચ્છીએ `ગાલ પાંકે છિબે', નેણશીભાઈ મીઠિયાએ `નોખો', પબુ ગઢવીએ ગઝલ અને જયંતી જોશી `શબાબ'એ ગઝલો રજૂ કરી હતી. ધનજીભાઈ ભાનુશાલી `કડક બંગાલી' ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગદ્ય-પદ્ય પઠન પર વિચારો રજૂ કરતાં શ્રી શબાબે  જણાવ્યું કે, આ પ્રયાસ ભાષાના વિસ્તારને વધારવા એક માધ્યમ બની રહ્યું છે ત્યારે આપણે સહુ સાથે રહી આવા કાર્યમાં બનતું યોગદાન આપીએ એ જરૂરી છે. સંચાલન શ્રી ભાટિયાએ  આભારવિધિ શ્રી મેવાડાએ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer