જશરાજદાદાના કેલેન્ડરનું મુલુન્ડ ખાતે કરાયેલું વિમોચન

જશરાજદાદાના કેલેન્ડરનું મુલુન્ડ ખાતે કરાયેલું વિમોચન
મુંબઈ, તા. 21 : વીર જશરાજદાદા કેલેન્ડર વિમોચન વિધિ કચ્છી લોહાણા મહાજન-મુલુન્ડના ટ્રસ્ટીઓના હસ્તે કરવામાં આવી હતી. ગૌરક્ષક, ધર્મરક્ષક વીર જશરાજદાદાની વિચારસરણીને વેગવંતી બનાવવાના વધુ એક પ્રયાસરૂપે જશરાજદાદાનું રંગીન કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેની વિમોચનવિધિ કચ્છી લોહાણા મહાજન-મુલુન્ડના ટ્રસ્ટીઓ જાદવજીભાઈ ઠક્કર, વસંતભાઈ ચંદેના હસ્તે થઈ હતી. પ્રમુખ જગજીવનભાઈ તન્ના, ઉપપ્રમુખ હીરાલાલભાઈ મૃગ, મહામંત્રી લાલજી સર, માનદ મંત્રી જિજ્ઞાબેન ગણાત્રા, સ્પોન્સર ભરતભાઈ ગંગેરિયા, સભ્યો પુષ્પાબેન ભાનુશાલી, પ્રીતિ આથા જોડાયા હતા. પ્રાસંગિક શબ્દોમાં ટ્રસ્ટીઓએ જશરાજદાદા મંડળની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સાથ સહકારની ખાતરી આપી હતી. કેલેન્ડર બનાવવામાં ભરતભાઈ ગંગેરિયાએ તકેદારી લીધી  હતી. જશરાજદાદા શહાદત દિન નિમિત્તે તા. 22 જાન્યુઆરીને જશરાજદાદા રોડના ફલકના સાંજે 5 વાગ્યે પૂજન અને ત્યારબાદ અંબાજીધામમમાં 6 વાગ્યે ધૂપ આરતીની જાણ કરાઈ હતી. આ વખતના દડિયા પ્રસાદના દાતા ડાહીબેન જેઠમલ ધેરાઈ પરિવાર હતા.આવતા મહિને શરદભાઈ ઠકકર તરફથી રહેશે. આવતા વર્ષ માટે સભ્ય ફી પ્રતિક રૂપે બસો રૂા. રાખવામાં આવી છે, જેના માટે ફોટા સાથેનું ફોર્મ ભરવાનું રહેશે,વધુ માહિતી મહામંત્રી લાલજી સર 98920 06628 પર સંપર્ક સાધવા જણાવાયું  હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer