અજરામરજી સ્કૂલ સેમિફાઈનલમાં

ભુજ, તા. 21 : સેન્ટ ઝેવિયર્સ ભુજને હરાવીને જૈનાચાર્ય અજરામરજી સ્કૂલ-ભુજે કચ્છમિત્ર એન્કરવાલા કપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મયૂર બડિયા બેટિંગ અને બોલીંગમાં છવાઈ ગયો હતો. આવતી કાલે સવારે બીજી સેમિફાઈનલમાં ડી.પી.એસ. ગાંધીધામ અને અજરામરજી શાળા ટકરાશે. રતનાલના સંત વલ્લભદાસજી સ્ટેડિયમમાં રામજી આહિરે ટોસ ઉછાળ્યો હતો. જૈનાચાર્ય ટીમે મેન ઓફ ધ મેચ મયૂરના 63 દડામાં 8 ચોગ્ગા સાથે શાનદાર 63 રન, ધ્રુવિલ ધોળુના બે ચોગ્ગા સાથે 18 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 122 રન કર્યા હતા. આદિલ અલાયને 16 રનમાં 3, નિલરાજ જાડેજાએ 21માં બે અને સેકન્ડ મેન ઓફ ધ મેચ ધ્રુવ ગોસ્વામીએ 32માં બે વિ. ઝડપી હતી.  જવાબમાં સેન્ટ ઝેવિયર્સ 15.4 ઓવરમાં 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ધ્રુવે 19 દડામાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે ઝડપી 32 રન કર્યા હતા તો પૂર્ણ પોમલે બે ચોગ્ગા સાથે 14 રન કર્યા હતા. મયૂર બડિયાએ 11માં 3, વિષ્ણુ કુશવાહે 17માં 3, વિવેક ભડોરિયાએ પાંચમાં બે વિ. ખેરવી હતી. અરવિંદ આહિર, સિકંદર ખલિફા અમ્પાયર તો નંદલાલ દેવાણી સ્કોરર રહ્યા હતા. અજરામરજી શાળાના પ્રિન્સિપાલના હસ્તે ઈનામ અપાયા હતા. ગ્રાઉન્ડમેન નવીન આહીર હતા. વ્યવસ્થા કે. સી.એ. સહમંત્રી પ્રવીણ હીરાણીએ સંભાળી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer