કચ્છને દિલ્હીથી જોડતી ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ જોડાશે

ગાંધીધામ, તા. 21 : કચ્છને રાજધાની દિલ્હી અને ઉત્તરભારત સાથે સાંકળતી આલાહઝરત એકસપ્રેસમાં હંગામી ધોરણે એક સપ્તાહ સુધી  વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પ્રવાસીઓની માગણી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વધારાનો કોચ જોડવામાં આવશે. બરેલી ભુજ  ટ્રેન નં 14311-14312માં બરેલીથી તા. 25 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી અને 27 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ભુજથી કોચ જોડાવમાં આવશે.જ્યારે  ટ્રેન નં. 14321-14322માં 26 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી બરેલીથી અને 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભુજથી વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે. આ સુવિધાથી  પ્રતિક્ષા યાદી ઓછી થશે અને પ્રવાસીઓની યાત્રા આરામદાયક બનશે તેવો આશાવાદ રેલવે પ્રશાસને વ્યકત કર્યો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer