પૂર્વ કચ્છમાં દારૂના બે દરોડા : પાંચ હજારનો માલ મળ્યો

ગાંધીધામ, તા. 21 : ભચાઉના વોંધ પાસેથી રૂા. 3500નો શરાબ ઝડપાયો હતો. જો કે, આરોપી હાથમાં આવ્યો ન હતો. દરમ્યાન કિડાણા સોસાયટીમાંથી પણ રૂા. 2450ના શરાબ સાથે એકની અટક કરવામાં આવી હતી. વોંધ નજીક સર્વિસ રોડ પાસે રહેતા અકબર ફકીરમામદ ખલીફાના ઘર પાસે પોલીસે છાપો માર્યો હતો. આ ઈસમના મકાન પાસે બાવળની ઝાડીમાંથી રૂા. 3500ની 10 બોટલ શરાબ હસ્તગત કરાયો હતો, પરંતુ આ શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. બીજો દરોડો લક્ષ્યનગર-4, મકાન નંબર એ-85માં પાડવામાં આવ્યો હતો. અહીંથી મૂળ બંધરાના યોગેશ પ્રેમજી ગજ્જર (સુથાર)ની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 2450ની 7 બોટલ જપ્ત કરાઈ હતી. આ દારૂ તેને સુંદરપુરી ગાંધીધામનો રાજેશ શાંતિલાલ બારોટ આપી ગયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer