પ્રાગપરમાં પચ્ચીસ બહેનોને ભરતકામની નિ:શુલ્ક તાલીમ અપાશે

ભુજ, તા. 21 : ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર, ભુજ દ્વારા પ્રાગપર ખાતે ભરતકામના તાલીમ વર્ગ શરૂ કરાયા છે તેનો પ્રારંભ તાલુકા સંયોજક અજયસિંહ રણજિતસિંહ રાજપૂતના હસ્તે કરાયો હતો. જેમાં પચ્ચીસ બહેનોના ગ્રુપને ત્રણ માસની વિનામૂલ્યે તાલીમ અપાશે તથા શીખવા માટેનો કાચો માલ પણ સંસ્થા દ્વારા પુરો પાડવામાં આવશે. તાલીમ પૂરી કરનાર તમામ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાશે તથા શિખાડનાર ઈન્સ્ટ્રક્ટર ઉર્મિલાબેન ગોરડિયાને માનદ વેતન અપાશે.ઉજાસ સંસ્થાના રીનાબેન રબારી, રાષ્ટ્રીય યુવા અને ગ્રામીણ વિકાસ પરિષદના અધ્યક્ષ કિશન ગઢવી, નેશનલ યુથ વોલિન્ટીયર નારાણભાઈ કાના શાખરા, રવિરાજસિંહ કેશુભા જાડેજા, એસીટી નરેન્દ્રપુરી ગોસાઈ, બટુક રાઠોડ વિગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બન્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer