રાહુલની ટેસ્ટ અને હાર્દિકની વન-ડેમાં વાપસી સંભવ

રાહુલની ટેસ્ટ અને હાર્દિકની વન-ડેમાં વાપસી સંભવ
બેંગલોર, તા. 18 : ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત આવતીકાલે થશે. ભારત અને ઓસી સામેની છેલ્લી વન-ડે મેચ બાદ પસંદગીકારો વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરશે. બંને ટીમમાં કોનો-કોનો સમાવેશ થશે તેની અટકળો ચર્ચાઇ રહી છે. ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે રાહુલ પણ હવે દાવેદાર બની ગયો છે. પસંદગીકારો વન-ડે ટીમના પસંદગી કરતા પહેલાં હાર્દિક પંડયાની ફિટનેસ ઉપર પણ ધ્યાન આપશે. રાહુલ ટી-20 અને વન-ડે ક્રિકેટમાં નિયમિત રીતે રમી રહ્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ તે ટેસ્ટ ટીમમાંથી તે આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં પૃથ્વી શો અને શુભમન ગિલ પર તે ભારે દેખાઈ રહ્યો છે. કુલદીપ યાદવના સ્વરૂપમાં ત્રીજો સ્પિનર રાખવાના બદલે ઝડપી બોલર સૈનીને વધારાના ઝડપી બોલર તરીકે તક મળી શકે છે. અશ્વિન અને જાડેજા પૈકી કોઈ એકને જ અંતિમ ઇલેવનમાં તક મળી શકે છે. બોલરોને લઈને પણ કોઈ દુવિધા દેખાઈ રહી નથી. રહાણેના નામ ઉપર પણ વિચારણા થઈ શકે છે. રહાણેને કેદાર જાદવની જગ્યાએ પસંદ કરવામાં આવી શકે છે. સૂત્રોએ માહિતી આપતાં કહ્યું છે કે, કેદાર ચોક્કસપણે 2023ના વર્લ્ડ કપમાં રમી શકે છે. હવે બાલિંગ પણ કરી શકે છે. ટી-20 ટીમમાં હાલમાં સામેલ નથી. જેથી ન્યૂઝીલેન્ડ માટે જતી ટીમમાં તેની પસંદગી થઈ શકે છે. ટી-20 ટીમની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે આવતીકાલે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવનારી છે. આમાં કેટલાક દાવેદારો દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડયાની ફિટનેસને લઈને પણ તમામની નજર કેન્દ્રિત થઈ ચૂકી છે. સૂર્યકુમાર પણ પ્રબળ દાવેદાર દેખાઈ રહ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ન્યૂઝીલેન્ડ જશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer