અજરામરજી અને મૈત્રી સ્કૂલે મેદાન માર્યું

અજરામરજી અને મૈત્રી સ્કૂલે મેદાન માર્યું
ભુજ, તા. 18 : રતનાલના સંત વલ્લભદાસજી સ્ટેડિયમ પર કચ્છ ક્રિકેટ એસોસિયેશન (કેસીએ સંચાલિત કચ્છમિત્ર-એન્કરવાલા કપની આજે સવારે રમાયેલી મેચમાં શિવમ મૌર્યાની શાનદાર સદીની મદદથી આદિપુરની મૈત્રી સ્કૂલે ભુજની શ્રદ્ધા સ્કૂલ સામે 83 રને વિજય મેળવ્યો હતો, તો બપોરની મેચમાં ભુજની જૈનાચાર્ય અજરામરજી હાઇસ્કૂલે ભુજની જ મુસ્લિમ એજ્યુકેશનને બે વિકેટે હરાવી હતી. સવારે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે ટોસ ઉછાળ્યો હતો. આદિપુરની ટીમે મેદાન પર ઉતરીને મેન ઓફ ધ મેચ શિવમ મૌર્યાના 60 દડામાં 12 ચોગ્ગા, નવ શાનદાર છગ્ગા સાથે અણનમ 133 રન, ચંદન પાલના ચાર ચોગ્ગા સાથે 30, પ્રિયાંશુ ત્રિવેદીના બે ચોગ્ગા સાથે 10 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન કર્યા હતા. સેકન્ડ મેન ઓફ ધ મેચ પંકજ પ્રજાપતિ, ઇશ્વર ગુર્જર, પીયૂષ ખોખરે 1-1 વિકેટ લીધી હતી. ત્યારબાદ મેદાન પર ઉતરેલી શ્રદ્ધા સ્કૂલ 112 રન સુધી સીમિત રહેતાં જીતથી 83 રન દૂર રહી હતી. પંકજે ચાર ચોગ્ગા સાથે 17, દીપ મોદીએ બે ચોગ્ગા સાથે 12 રન કર્યા હતા. રણજિત નેગીએ ત્રણ, ચંદને બે વિકેટ લીધી હતી. બપોરે પ્રવીણભાઇ હીરાણીએ ટોસ ઉછાળ્યો હતો. ટોસ જીતીને બેટિંગ પસંદ કરનાર મુસ્લિમ એજ્યુકેશનના સમીર કુંભારના 19, સુબાન ખત્રીના ચાર ચોગ્ગા સાથે 18 રનની મદદથી 13.3 ઓવરમાં 60 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેન ઓફ?ધ મેચ વિષ્ણુ કુશવાહ, વિવેક ભદોરિયા અને નિલય ભાવસારે 3-3 વિકેટ લીધી હતી. ત્યાર પછી મેદાન પર ઉતરેલી જૈનાચાર્ય ટીમે અમનદીપ શ્યાનના ત્રણ ચોગ્ગા સાથે 19, વિષ્ણુના એક ચોગ્ગા સાથે આઠ?તેમજ 20 મિસ્ટર એકસ્ટ્રાની મદદથી 18.1 ઓવરમાં લક્ષ્ય આંબ્યું હતું. સેકન્ડ મેન ઓફ ધ મેચ સોહિલ ચાકીએ ચાર ઓવરમાં માત્ર?10 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. ઇર્શાદ ચાકીએ એક વિકેટ લીધી હતી. અરવિંદ આહીર, સિકંદર રમજુ અમ્પાયર, નંદલાલ દેવાણી સ્કોરર રહ્યા હતા. રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, કચ્છમિત્રના મેનેજર શૈલેષ?કંસારા, પ્રવીણ હીરાણી, મુસ્તાક જામોતર, દત્તેશ ભાવસારના હસ્તે ઇનામો અપાયા હતા. ગ્રાઉન્ડ મેન નવીન આહીર રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer