ગાંધીધામના ડેવલોપરનો તડીપારનો હુકમ રદ કરવાની અરજી નામંજૂર

ગાંધીધામ, તા. 18 : જીડીએના ચકચારી છેતરપિંડી કેસમાં સામેલ અત્રેના ડેવલોપરને કચ્છમાંથી તડીપાર રહેવા અંગેના હુકમને રદ કરવા અંગેની થયેલી અરજીને રાજયની વડી અદાલતે ફગાવી દીધી હતી. ગાંધીધામ એરિયા ડેવલોપમેન્ટ (જીડીએ) સાથે છેતરપિંડીના કેસમાં ગાંધીધામના બાગેશ્રી ડેવલોપરના બીજલ જયેશભાઈ મહેતાની ધરપકડ બાદ કચ્છમાં છ મહિના સુધી ન પ્રવેશવાની શરતે અદાલતે તેના જામીન મંજૂર કર્યા હતા. ગત. 18/10ના થયેલા આ હુકમ સંદર્ભે હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી. આ કેસની સુનાવણીમાં બીજલભાઈના ધારાશાત્રીએ તેના વેપારના વિસ્તાર સહિતના મુદાને ધ્યાને લઈ કચ્છમાં પ્રવેશ આપવા અંગે કરવા દલીલ કરી હતી. દરમ્યાન ન્યાયમૂર્તિ એ.વાય. કોગઝેએ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કચ્છમાં ન પ્રવેશવા અંગેની શરતને કાયમ રાખી અરજી ફગાવી દીધી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer