ભુજ નગરપાલિકા દ્વારા કાર્નિવલ જોવા આવનારા નાગરિકોનેય ઈનામ

ભુજ, તા. 18 : ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત પ્રજાસત્તાક પર્વ 2020 અંતર્ગત આગામી 25 જાન્યુઆરીના યોજાનારા કાર્નિવલમાં જે સંસ્થાઓ, ગ્રુપો જે કૃતિ રજૂ કરશે તેને તો ઈનામોથી નવાજવામાં આવશે જ, પરંતુ આ વખતે કાર્નિવલ જોવા-નિહાળવા આવનાર અને જઠઅઈઇંઇંઝઅ અઙઙ અને જજ2020 ટજ્ઞાયિં રજ્ઞિ yજ્ઞીિ ઈશાyિં આા પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી ભુજ શહેરની ચાર સરળ બાબતે મત આપનારને ઈનામો આપવામાં આવશે. આ અંતર્ગત પ્રથમ ઈનામ 10,000, દ્વિતીય 5000 ને તૃતીય ઈનામ 2500 તેમજ બાકીના 50 જણના લક્કી કૂપન ડ્રો દ્વારા રૂા. 500નું ઈનામ આપવામાં આવશે. આ કુપન જિલ્લા પંચાયતના ગેટ પાસેના સ્ટોલ પરથી સાંજે 4 વાગ્યાથી 5.30 સુધી વહેલા તે પહેલાના ધોરણે આવનારને જ આપવામાં આવશે. કુપન મેળવનાર વ્યક્તિ પોતાનું નામ તેમજ મોબાઈલ નંબર લખીને આગળ મૂકેલાં ડ્રોપ બોક્સમાં નાખવાનું રહેશે તેનો જ ડ્રો થશે. જેમાં વિજેતા થનારાને ઉપરોક્ત ઈનામો અપાશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer