આયાત-નિકાસના વેપારમાં સરકારની નવી પોલીસીની જાણકારી જરૂરી છે

આયાત-નિકાસના વેપારમાં સરકારની નવી પોલીસીની જાણકારી જરૂરી છે
ગાંધીધામ, તા. 18 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટેડ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસ્પોર્ટસ ઓર્ગેનાઈઝેશનના સંયુકત ઉપક્રમે નિકાસ સંબંધિત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પ્રારંભમાં ચેમ્બરના મંત્રી આશિષ જોષીએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે આયાત-નિકાસના વેપારમાં સરકારની નવી પોલીસીની જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે. આ માહિતી થકી નિકાસનાં વેપારની શરૂઆત અને વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ યોજના સંદર્ભે જાગૃતિ કેળવી સફળતા મેળવી શકાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ કંડલા કસ્ટમ ડેપ્યુટી કમિશનર કિરણ મોહન મોહાદિકર, ડેપ્યુટી ડી.જી. એફ.ટી. પી.સી. રવીન્દ્ર, મૈત્રી નાઈડુ, ડીઆઈસીનાં કનક દેર, યસ બેંકના વિનિત પંડયાનું ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ચેમ્બર પ્રમુખ અનિલ જૈને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દુનિયા આજે એક ગામ બની ગઈ છે. એક જગ્યાએ ઉત્પાદિત થતી વસ્તુનો ઉપભોગ બીજી જગ્યાએ થાય છે. આથી નિકાસની સાથે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. નિકાસ કેમ કરવી અને ઉત્પાદિત વસ્તુનું માર્કેટિંગ કેવી રીતે કરવું તે આજના સમયની આવશ્યક જરૂરિયાત છે. કંડલા કસ્ટમના ડેપ્યુટી કમિશનર કિરણ મોહન મોહાદિકરે ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (એ.ઈ.ઓ.) પ્રોગામ સંદર્ભે તેના હેતુ, પાત્રતા, પ્રકાર, ફાયદાઓ, માન્યતા વગેરેની માહિતી આપી હતી. ડી.આઈ.સી.ના જનરલ મેનેજર કનક દેરે ગુજરાત સરકાર દ્વારા નિકાસ માટે અપાતી અલગ-અલગ પ્રોત્સાહન યોજનાઓ અંગે પ્રકાશ પાડી કેપિટલ અને ઈન્ટ્રેસ્ટ સબસિડી, એક્ઝિબિશનનાં રેન્ટની 60 ટકા સહાયતા, હેજીંગ સુવિધાની વિગતો આપી હતી. ડી.જી.એફ.ટી.ના પી.સી. રવીન્દ્રએ નિકાસ માટેની એમ.ઈ.આઈ.એસ., ટીએમએ, એડવાન્સ લાયસન્સ, કેપિટલ ગુડ, મૈત્રી નાઈડુએ વિદેશી ચલણની કમાણી, આર્થિક વૃદ્વિ, રોજગારી નિર્માણના હેતુ સહિતના મુદે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છના હેન્ડીક્રાફટસની નિકાસની હાલની સ્થિતિ અને તેમાં ઊભી થતી અડચણો દૂર કરવા અંગેના ભુજના આસિસ્ટન્ટ ડાયરેકટરે સૂચનો આપ્યાં હતાં. અંતમાં પ્રશ્નોત્તરી વિભાગમાં ઉપસ્થિતોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. એફ.આઈ.ઈ.ઓ.ના જયપ્રકાશ ગોયેલે આભારવિધિ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer