અંતરજાળ ખાતે જિનાલયની વર્ષગાંઠ ઉજવણીએ વિવિધ કાર્યક્રમ યોજાયા

અંતરજાળ ખાતે જિનાલયની વર્ષગાંઠ ઉજવણીએ વિવિધ કાર્યક્રમ યોજાયા
ભુજ, તા. 10 : આદિપુર નજીક અંતરજાળમાં મહાવીરનગર વિસ્તારમાં વિમલનાથ જિનાલયની 7મી વર્ષગાંઠની અચલગચ્છ જૈન સંઘ આદિપુર દ્વારા મુનિરાજ કંચનસાગરજી મ.સા.ની હાજરીમાં ઉજવણી પ્રસંગે સતરભેદી પૂજા, ધ્વજારોહણ, સાધર્મિક ભક્તિ, પ્રભુજીની ભવ્ય આંગીરચના વિગેરે કાર્યક્રમો યોજાયા હતા. સાધર્મિક ભક્તિ ભચીબાઈ પદમશીં ખીંયશી લોડાયા પરિવાર હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા ગામ-સાંયરાવાલા તરફથી યોજાઈ હતી. વિધિવિધાન રાજુભાઈ નંદુએ કરાવ્યા હતા. સંગીતની રમઝટ નીશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ જમાવી હતી. જિનાલયના મુખ્ય દાતા પરિવારના જયાબેન શાંતિલાલ લોડાયા પરિવારની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ એકમ સંસ્થાના પ્રમુખ મહેશભાઈ લાલકા, ગાંધીધામ ક.દ.ઓ. મહાજન પ્રમુખ લહેરચંદ ખોના, ભુજ મહાજન પ્રમુખ પ્રબોધ મુનવર, પ્રવીણભાઈ દંડ, પ્રભુલાલભાઈ સંઘવી, પ્રભાત ટ્રાન્સપોર્ટના રાજુભાઈ મહેતા, રોહિતભાઈ શાહ, રાજુભાઈ જૈન, રસીકભાઈ મહેતા, ચંદ્રકાન્ત શાહ, પ્રદીપ ખોના તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિનાલયની જુદી-જુદી 12 વાર્ષિક તિથિઓનાં ચડાવાનો લાભ વિવિધ દાતા પરિવારોએ લીધો હતો. વ્યવસ્થામાં નીલેશ ડાઘા, કેતન મોમાયા, બ્રિજેશ ખોના, મૃદુલાબેન નાગડા, કવિતાબેન ખોના તથા મહાવીનગરના કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer