સારસ્વત જ્ઞાતિના છાત્રો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે

સારસ્વત જ્ઞાતિના છાત્રો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે
ભુજ, તા. 18 : કચ્છના સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના પરિવારો માટે પ્રસિદ્ધ થતાં સમાજના મુખપત્ર સારસ્વત સાગર દ્વારા પહેલી વખત સમગ્ર કચ્છના તેજસ્વી છાત્રો માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ એવો હતો કે જ્યાં મંચ તો હતો પરંતુ મંચ પર કોઈ મહાનુભાવોને બદલે જે-જે વિષયમાં ભણીને સિદ્ધિ મેળવી ચૂકેલા જ્ઞાતિના વિદ્યાર્થીઓને બોલાવી તેમની પોતાની વાત કરવાની તક આપવામાં આવી હતી. મુખપત્રના તંત્રી ભરતભાઈ જય અંબેના નેતૃત્વમાં સારસ્વત સાગર પરિવાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રતાપ મહારાજ દુધઈવાળા અને રાજુભાઈ જોષી ભુજ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવતાં દાતાઓ, આગેવાનો વગેરે જોડાયા હતા. અગ્રણીઓએ જ્ઞાતિના છાત્રોને ઉચ્ચ અભ્યાસમાં આગળ વધી શૈક્ષણિક દૃષ્ટિએ વિકાસ સાધવા હાકલ કરી હતી. માંડવીના હાર્દિકાબેન પ્રશ્નોરાના નેતૃત્વમાં બાળાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી. વર્ષ 2018-19માં સારસ્વત સાગરમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારા ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓનું તથા વિવિધ ડિગ્રીઓ સાથે ગ્રેજ્યુએશન તથા માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓનું મોમેન્ટો તથા પ્રશસ્તિપત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રત્યુત્તરમાં તંત્રીએ આગામી દર વર્ષે સન્માન કરવાની અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનાર યોજવાની પણ જાહેરાત કરી હતી. કાર્યક્રમના મુખ્ય દાતા સ્વ. જગન્નાથ વિશનજી સેથપાર પરિવાર (મુલુંડ) તથા સહયોગી દાતા પ્રતાપજી મહારાજ (દુધઈ), રાજુ મારાજ ભગવતીધામ, પ્રવીણભાઈ હરિયામાણેક, ભરતભાઈ બોડા, લહેરીભાઈ (ઔરંગાબાદ), સ્વ. માધવજીભાઈ રત્નેશ્વર, સુરેશગર ગોસ્વામી, સંજયભાઈ ટેવાણી રહ્યા હતા. કચ્છભરના મહાસ્થાનોના પ્રમુખો જગદીશભાઈ ધોલી, મહેન્દ્રભાઈ રત્નેશ્વર, અશોકભાઈ પાંધી, અમિતભાઈ માયરા, વિશ્વનાથ ચંડીચઠ તથા અંજારના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ લાભશંકર બોડા, ખરાશંકરભાઈ, શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ-માંડવીના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ સાયલ, સારસ્વત એજ્યુકેશન સોસાયટી માંડવીના પ્રમુખ ગિરીશભાઈ ખીયરા, સારસ્વત સેવા સંસ્થાનના શંકરભાઈ જોષી તથા એમના ટ્રસ્ટીગણો, અબડાસાના ગૌતમભાઈ ગાવડિયા, જીતેનભાઈ જેઠા, જનક જેઠા, જનકભાઈ રાડિયા તથા સમાજના વિવિધ અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ રેખાબેન રાડિયા તથા લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને દાતા નવીનભાઈ આઈયા ઉપસ્થિત રહ્યા હતા. સારસ્વત સાગર મેગેઝિનના કચ્છભરના પ્રતિનિધિઓને સેવા સન્માનપત્રથી સન્માનવામાં આવ્યા હતા, જ્યારે સમાજ માટે શ્રેષ્ઠ કામગીરી માટે માંડવી મહાસ્થાનનું મોમેન્ટો દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ વ્યાસ, વાલજીભાઈ ધિક્કા, રોહિત અનુજ, મનોજ સોનપાર, રાજેશ સારસ્વત, મનોજ રત્નેશ્વર, નીલેશ શિવ, હિતેશ બલભદ્ર, શંભુભાઈ જોષી, કપિલ, નિશાંત શિવ, પંકજ રત્નેશ્વરે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ જોષી તથા બીનાબેન પંડયાએ, આભારવિધિ ચંદ્રકાંતભાઈ શિવે કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer