અનિવાર્ય એવા મૃત્યુ માટે સત્સંગ એ જ સર્વોત્તમ સાધન છે

અનિવાર્ય એવા મૃત્યુ માટે સત્સંગ  એ જ સર્વોત્તમ સાધન છે
મોટી વિરાણી, તા. 18 : મનુષ્ય જીવનમાં આવતા પ્રત્યેક પ્રસંગો, પદાર્થો શંકાશીલ હોય છે પણ માત્ર મૃત્યુની ઘટના કોઈને છોડતી નથી તેમાં કોઈ શંકા નથી એ અનિવાર્ય મૃત્યુને મંગળ બનાવવા સત્સંગ સર્વોત્તમ સાધન છે. સત્સંગ વિના જીવન નિરર્થક અને અસફળ બને છે. નખત્રાણાના બેપ્સ સ્વામિ નારાયણ સત્સંગ મંડળ દ્વારા આયોજિત સત્સંગ સભામાં વકતવ્ય આપતા જોગસિંહ દરબારે જણાવ્યું હતું કે, આપણા દેશની ઋષિ પરંપરાની પ્રાપ્ત અમૂલ્ય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છિન્નભિન્ન કરી દુર્દશા તરફ લઈ જશે. અર્ધનગ્ન વત્રોનું ફેશન અને વ્યસન વધતો વ્યાપ તરફ લાલબત્તી ધરતા વકતાએ પશ્ચિમના લોકો જ્યારે આપણી સંસ્કૃતિનો આદર કરી રહ્યા છે ત્યારે આપણે પશ્ચિમની રહેણી કરણીને અપનાવીએ છીએ. તે દુર્ભાગ્ય છે માટે અનિષ્ટોથી બચવા સંત, શાત્રોના આદર્શોને અનુસરી ચાલવું આપણને જીવનમાં આવશ્યક જીવન જીવવાની કળા, શૈલી, સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થાય છે અને એ અમૂલ્ય સંસ્કૃતિને ટકાવી રાખવા સંતો, શાત્રો, અને મંદિરો આધારસ્તંભ છે. સતત દોઢેક કલાકના પ્રવચનમાં વકતાએ શ્રોતાજનોને જકડી રાખી સત્સંગની વાતોથી પ્રભાવિત કર્યા હતા. સત્સંગ સભામાં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, લાલજીભાઈ રામાણી, સંજયભાઈ બાવળ, હેમેન્દ્રભાઈ કંસારા, વિપુલભાઈ પલણ, ધનસુખ ઠક્કર, દશરથબા, રાજુભા જાડેજા, લખમશી સોની, ગૌરીભાઈ સોની સહિત મોટી સંખ્યામાં સત્સંગીભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આરતીપૂજન બાદ મહાપ્રસાદ યોજાયો હતો. વ્યવસ્થા દીપક મજેઠિયા, જયેશ સોની, રમેશ રાજદે, રામાણીભાઈ, ઘનશ્યામસિંહ વાઢેરએ સંભાળી હતી. જ્યારે સંચાલન ભાવેશ સોની, આભારવિધિ નીલેશ જી. સોનીએ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer