યોગશિબિર માટે એક જ દિ''માં 1400થી વધુ નોંધણી

યોગશિબિર માટે એક જ  દિ''માં 1400થી વધુ નોંધણી
ભુજ, તા. 18 : આગામી તા. 23થી 25 જાન્યુઆરી દરમ્યાન કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગે અને વેદાંગ યોગ સેન્ટર, પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજીત અને સર્વમંગલ આરોગ્ય ધામ સંચાલિત નિ:શુલ્ક મેગા યોગ શિબિર માટે એક જ દિવસમાં 1400થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સવારે 6-30થી 8 વાગ્યા દરમ્યાન યોજાનારી મેગા નિ:શુલ્ક યોગ શિબિરના પ્રચાર-પ્રસાર માટે સંસ્થાના કાર્યકરોએ ઘરોઘર ફરી લોકોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રચાર-પ્રસારમાં વેદાંગ યોગ ક્લાસ ભુજના સંચાલક પૂર્વી સોની, નારાયણભાઈ ઠક્કર, કાંતિભાઈ ઉમરાણિયા (આદિપુર), અમૃતભાઈ સોની, મંજુબેન પટેલ, કવિતાબેન, ભાવનાબેન, અંજારના જયશ્રીબેન, પ્રીતિબેન, પૂર્વીબેન નાગર, મધુબેન, નખત્રાણાના નિર્મળાબેન વગેરે જોડાયા હતા. આ યોગ શિબિરમાં જોડાવવા તથા વધુ વિગત માટે હિમાંશુભાઈ યાજ્ઞિક મો. 97249 32490, દેવાંશી બુદ્ધભટ્ટી મો. 99798 69578નો સંપર્ક કરવા જણાવાયું છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer