અદાણી સોલાર પ્લાન્ટ ખાતે 28.74 લાખની ચોરીમાં ચાર જણના જામીન નામંજૂર

ભુજ, તા. 18 : મુંદરા તાલુકામાં અદાણી સોલાર પ્લાન્ટ ખાતે વેરહાઉસમાંથી રૂા. 28.74 લાખના સિલ્વર પેઇન્ટની તસ્કરી કરવાના કેસમાં પકડાયેલા ચારેય આરોપીની જામીન અરજી જિલ્લા અદાલતે પણ નામંજૂર કરી હતી. અત્રેના અધિક સેશન્સ જજ પી.એસ. ગઢવી સમક્ષ આ જામીન અરજીની સુનાવણી થઇ હતી. તેમણે બંને પક્ષને સાંભળી આરોપીઓ ફરીદ મહેબુબ જામ, ફિરોઝ આદમ નોડે, ફરીદ આદમ નોડે અને મૈસીન લતિફ જામની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ પ્રકરણમાં આરોપીઓ ચોરી કરતી સમયે કંપનીના સી.સી.ટી.વી. કેમેરામાં જોવા મળ્યા હતા. તેના સહિતની બાબતોને કેન્દ્રમાં રાખી મુંદરા અદાલત બાદ જિલ્લા કોર્ટએ પણ તેમને જામીન આપ્યા ન હતા. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરી હાજર રહયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer