આયુર્વેદ આડઅસર વિનાની વિશ્વની પ્રથમ સારવાર પદ્ધતિ

ભુજ, તા. 19 : સર્વ સેવા સંઘ દ્વારા ભુજ ખાતે એંકરવાલા ભવનમાં પંચકર્મ આયુર્વેદિક હોસ્પિટલનો પ્રારંભ સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા, ગુજરાતના જાણીતા આયુવેદાચાર્ય પાંચાભાઈ દમણિયા તથા સાધુ સંતોના હસ્તે કરાયો હતો. કચ્છના જાણીતા પંચકર્મ ચિકિત્સક ડોક્ટર (વૈદ્ય) પ્રતીકભાઈ પંડયા દ્વારા શનિથી મંગળવાર સુધી સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી રાહતદરે જૂના હઠીલા રોગો, સંધી વા, ડાયાબિટીસ, હાઈ-લો બ્લડપ્રેશર, શ્વાસ (અસ્થમાં), શારીરિક નબળાઈ, નિ:સંતાન, ત્રીને લગતાં રોગો, ફિટ વાઈ,  આધાશીશી જેવા રોગોની સારવાર કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના જાણીતા આયુર્વેદાચાર્યએ જણાવ્યું હતું, આયુર્વેદ વિશ્વની પ્રથમ સારવાર પદ્ધતિ છે જેની ઔષધિથી કોઈ આડઅસર થતી નથી. આ પદ્ધતિથી જૂના હઠીલા રોગો સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે. આજે વિશ્વમાં પણ આયુર્વેદિક સારવારની ખૂબ જ માંગ વધી રહી છે. સર્વ સેવા સંઘના અધ્યક્ષ છેડાએ આયુર્વેદના પ્રચાર માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. જિલ્લામાં વિવિધ જગ્યાએ કેમ્પો યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમની તમામ વયવસ્થા કેતનભાઈ સોની તેમજ વિશાલભાઈ પંડયાએ સંભાળી હતી. આ પ્રસંગે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, મહેન્દ્રભાઈ જોષી, ડો. આચાર્ય, દાનચંદભાઈ મહેતા, મહેન્દ્રભાઈ જોષી, મુકેશભાઈ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સામતભાઈ મહેશ્વરી, વિવેકભાઈ, સજ્જનભાઈ ઓઝા, રમેશભાઈ, ચેતન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer