કચ્છ યુનિ.ને બિનશૈક્ષણિકને બદલે અધ્યાપકોની ભરતીમાં રસ કેમ

ભુજ, તા. 18 : કચ્છ યુનિ.માં વાઈસ ચાન્સેલરની નિમણૂક થાય તે માટે અવારનવાર મુખ્યમંત્રીથી માંડીને શિક્ષણમંત્રી સુધી રજૂઆતો કરાઈ છે. પરંતુ સરકાર દ્વારા પાયાના પ્રશ્નોને બદલે અન્ય દિશામાં કામગીરી થઈ રહી છે. હાલમાં અધ્યાપકોની 12 જેટલી જગ્યાઓની ભરતી સંબંધે જાહેરાત કરાઈ છે. આવી ભરતીઓ વી.સી. દ્વારા થતી હોય તો બે વર્ષથી સેનેટની ચૂંટણીઓમાં તેઓ કેમ રસ લેતા નથી, તેવો સવાલ પૂર્વ સેનેટો દીપક ડાંગર તથા ડો. રમેશ ગરવાએ ઉઠાવ્યો હતો. ખરેખર બિનશૈક્ષણિક ભરતીની ખાસ જરૂર છે. આ ભરતીના અભાવે કચ્છ યુનિ.નું શિક્ષણતંત્ર કથળી રહ્યું છે. સરકારે તથા કચ્છ યુનિ.ના જવાબદારોએ મલાઈદાર ભરતીઓને અગ્રતા આપી છે. આ ભરતી પ્રક્રિયામાં રોસ્ટરના નિયમોને નેવે મૂકી આયોજન કરાયું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer