રાપરના યુવાન સાથે નવસારીના શખ્શોએ 1.80 લાખની છેતરપીંડી કરી

ગાંધીધામ, તા. 18 : નવસારીના ત્રણ પાંચ શખ્શોએ રાપરના યુવાન સાથે 1.80 લાખની છેતરપીંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જયારે જયારે કોલસાનો જથ્થો નિયત સ્થળે ન પહાચાડી બે શખ્શોએ ગાંધીધામના વેપારી સાથે ઠગાઈ કરી હતે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રાપરના બનાવ મામલે ફરીયાદી રમેશ શિવરામ ખાંડેકાએ આરોપીઓ નિલેશ રતીલાલ ભટ્ટ, મીરાબેન ગણેશ ભટ્ટ, સ્વાતી ગણેશ ભટ્ટ, ભરત પટેલ, અને ભરતભાઈની પત્નિ સહીત પાંચ જણા સામે ફરીયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરીયાદીના ભાઈ સાથે આરોપી સ્વાતીના લગ્ન કરાવ્યા હતાં. લગ્નના જમણવારના ખર્ચ પેટે આરોપીઓએ રૂ.1.80 લાખ પરત આપવાની શરતે લીધા હતાં. પરંતુ આરોપીઓઁએ છુટાછેડા કરાવી લીધા હતાં. અને પૈસા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું હતું. પરંતુ ગત તા. 7 ડીસેમ્બરથી આજદિન સુધી આરોપીઓએ પૈસા પરત ન આપી છેતરપીંડી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંદરીય કંડલામાં ઠગાઈનો બનાવ ગત તા. 20 ડીસેમ્બરના અરસામાં બન્યો હતો. આરોપીઓ રાજેન્દ્રકુમાર રામેશ્વરપ્રસાદ યાદવ અને. હરફુલ જાટ ટ્રકમાં યુઝ થર્મલ ઈમ્પોર્ટેડ કોલસો ભરીને બીહાર આપવા માટે રવાના થયા હતાં. 40,600 મેટ્રીકટન કોલસાનો જથ્થો બીહારના પુરણીયા મધ્યે માલ ન પહોચાડી બારોબાર સગેવગે કરી લીધો હતો. કોલસાના જથ્થાની કીમત રૂ.3.27 લાખ આંકવામાં આવી છે. પોલીસે રમેશકુમાર ફતેસિંહ ચૌધરીની ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer