ભુજમાં એલ્યુમિનિયમની ચોરાઉ મનાતી સામગ્રી અને છકડા સાથે એક જણ ઝડપાયો

ભુજમાં એલ્યુમિનિયમની ચોરાઉ  મનાતી   સામગ્રી અને  છકડા સાથે એક જણ ઝડપાયો
ભુજ, તા. 18 : શહેરમાં સ્થાનિક બી. ડિવિઝન પોલીસે મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના વતની અને હાલે ભુજમાં ભૂતેશ્વર ચાકીવાડી ખાતે રહેતા વીનુ સીદીભાઇ વાઘેલા નામના યુવકની ચોરાઉ મનાતી એલ્યુમિનિયમના ભંગારની સામગ્રી અને છકડા સાથે પકડી પાડયો હતો. પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ, આરોપીના ઘરની બાજુમાંથી રૂા. 18,200ની કિંમતની આ શંકાસ્પદ સામગ્રી તથા રૂા. અડધા લાખની કિંમતની છકડો રિક્ષા કબજે કર્યાં હતાં. આરોપીની અટક કરી આ જથ્થો તેની પાસે કયાંથી આવ્યો તેના સહિતની પૂછતાછ હાથ ધરાઇ છે. બી. ડિવિઝનના ઇન્સ્પેકટર આર.એન. ખાંટ સાથે સ્ટાફના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer