કંડલા પાસે મધદરિયે બાર્જ અને ટગ ઉપર પથ્થરમારા સહિતનો હુમલો

ગાંધીધામ, તા. 18 : કંડલામાં મધદરિયે પાંચ બોટમાં આવેલા સાતથી આઠ જેટલા અજાણ્યા શખ્સોએ બાર્જ અને ટગ ઉપર પથ્થરમારો કર્યાનો મામલો કંડલા મરિન પોલીસ મથકે નોંધાયો હતો. કંડલાના દરિયામાં આશરે દસેક નોટિકલ માઈલ દૂર આઉટર એન્કર વિસ્તારમાં તા.17/1ના બપોરે 2.45 વાગ્યે બનેલા બનાવ અંગે રાજેશભાઈ નરસિંહભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું સાગર-05 નામની ટગ અને સાગર 251 બાર્જ ઉપર નાની માછીમારીની પાંચ બોટોમાં આવેલા સાત-આઠ અજાણ્યા માણસોએ ભૂંડી ગાળો આપી પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અજાણ્યા શખ્સોએ આ વિસ્તારમાં ન આવવા કહી માછીમારી જાળીને નુકસાન થતું હોવાના મુદ્દે આ બનાવ બન્યો હતો તેવું પોલીસે ઉમેર્યું હતું. આ અંગે પી.આઈ. વી.એફ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer