`ચાર દિનકી ચાંદની હોય, ટેસ્ટ ક્રિકેટ નહીં''

`ચાર દિનકી ચાંદની હોય, ટેસ્ટ ક્રિકેટ નહીં''
મુંબઈ, તા.13: ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટધર વિરેન્દ્ર સેહવાગે આઇસીસીના ચાર દિવસીય ટેસ્ટ મેચની યોજના પર કટાક્ષ કરતા કહ્યું છે કે માછલીને જો પાણીમાંથી બહાર કાઢશો તો તે મરી જશે. એ જ રીતે ટેસ્ટ ફોર્મેટમાં પ્રયોગનો મતલબ એ નથી કે તેના આત્મા સાથે છેડછાડ કરવામાં આવે. બીસીસીઆઇના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં વક્તવ્ય આપતા સેહવાગે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં નવું લાવવાનું ફક્ત ડે-નાઇટ મેચ પૂરતું રાખો. સેહવાગે કહયું ચાર દિન કી ચાંદની હોય છે, ટેસ્ટ મેચ નહીં. પાણીની માછલી પાણીમાં સારી છે. બહાર કાઢશો તો મરી જશે. ટેસ્ટ ક્રિકેટને ચાંદામામા પાસે લઇ જઇ શકો છે. આપણે ડે-નાઇટ ટેસ્ટ રમીએ છીએ. નવું થવું જોઇએ પણ પાંચ દિવસમાં બદલાવ નહીં. ટેસ્ટ ક્રિકેટનો આખરી દિવસ જ રોમાંચ લાવે છે. જે તેની ખૂબસુરતી છે. ટેસ્ટ ક્રિકેટમાં જર્સી પર નંબર લખવા ઠીક છે, પણ ડાયપર અને ટેસ્ટ ક્રિકેટ ત્યારે જ બદલવા જોઇએ જ્યારે તે ખરાબ હોય. મને નથી લાગતું ટેસ્ટ ખરાબ છે. આથી તેમાં વધુ ફેરફારની જરૂર નથી. સેહવાગનું આ કટાક્ષયુક્ત વક્તવ્ય ખેલાડીઓને પસંદ પડયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer