શિખર-રાહુલ માટે બેટિંગ ક્રમમાં નીચે આવવા કોહલી તૈયાર

શિખર-રાહુલ માટે બેટિંગ ક્રમમાં નીચે આવવા કોહલી તૈયાર
મુંબઇ, તા.13: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે એવો સંકેત આપ્યો હતો કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી વન-ડે મેચમાં કેએલ રાહુલ અને શિખર ધવન બન્નેને ઇલેવનમાં જગ્યા આપવા માટે બેટિંગ ક્રમમાં સ્વયં નીચે આવી શકે છે. સુકાની કોહલીને એવું કોઇ કારણ નજરે નથી આવતું કે બન્ને એક સાથે ન રમી શકે. કોહલીએ પહેલી મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું કે ફોર્મમાં ચાલી રહેલા ખેલાડી હંમેશા ટીમ માટે સારી વાત છે. બેશક આપ ઇચ્છો છો કે સર્વશ્રેષ્ઠ ખેલાડી ઉપલબ્ધ રહે. આ પછી સંયોજન અનુસાર ટીમ પસંદ થતી હોય છે. એવી સંભાવના બની શકે છે કે ત્રણેય (રોહિત, શિખર અને રાહુલ) રમી શકે છે. શું તમે બેટિંગ ક્રમમાં નીચે આવી શકો છો ? તેવા સવાલ પર સુકાનીએ કહ્યંy કે આ તેની સંભાવના છે. મને આવું કરવામાં ખુશી મળશે. હું કયાં ક્રમે બેટિંગ કરું એ મામલે અસુરિક્ષત નથી. હું અંગત સિધ્ધિઓ પાછળ ભાગવા કરતાં ટીમ માટે વિરાસત છોડું તે મહત્ત્વપૂર્ણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer