26મી જાન્યુ. પૂર્વે ગુજરાત સહિત દેશમાં એલર્ટ

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : 26મી જાન્યુઆરી પહેલાં ગુજરાત અને દિલ્હીમાં આઇએસઆઇએસ આતંકી હુમલો કરે તેવી શક્યતાના પગલે હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું ંછે. દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં દેશનો માહોલ બગાડવા માટે 6 આતંકવાદીમાંથી 2 ફરાર થયેલા આતંકવાદી મોટી ઘટનાને અંજામ આપી શકે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટર બાદ 3 આઇએસઆઇએસ આંતકવાદીની ધરપકડ કરી હતી. ત્યારબાદ એક આતંકવાદી ઝાફરને એટીએસની ટીમે વડોદરાથી ઝડપી પાડયો હતો. ચારેયની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, વિદેશમાં બેઠેલા હેન્ડલરે તેમને 26 જાન્યુઆરી પહેલા કાંઇક મોટું કરવાના નિર્દેશ આપ્યા હતા, જેમાં લોન વુલ્ફ એટેક પણ સામેલ હતો. કોઇ આંતકવાદી એકલો અચાનક હુમલો કરે તેને લોન વુલ્ફ એટેક કહેવાય છે. દિલ્હી પોલીસે ચારેય આતંકીની આકરી પૂછપરછ કરી છે. જેમાં ચારેય જણા તામિલ ભાષી હોવાને લીધે શરૂઆતમાં કેટલીક સમસ્યા આવી, પરંતુ ટ્રાન્સલેટરની મદદથી આરોપીઓએ જણાવ્યું કે, 2 આતંકીઓ તા.26 પહેલાં ગુજરાત અને દિલ્હીમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાનની આઇએસઆઇ ઇચ્છે છે કે, ભારતના જ રહેવાસી કેટલાક રેડીક્લાઇઝ યુવકો આતંકવાદી ઘટનાને અંજામ આપે છે તો બધો આરોપ આઇએસઆઇએસ પર લાગશે. સ્પેશિયલ સેલના એસપી લલિત મોહન નેગીએ જ્યારે ચારોય આતંકવાદી સાથે પૂછપરછ કરી તેમાં સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે, વિદેશમાં બેઠેલા આ હેન્ડલર કોઇ બીજા નહીં્ પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી રહેલ આઇએસઆઇએસનો એક અધિકારી છે. જેણે ભારતમાં આતંકવાદ ફેલવવાનું કાવતરું રચ્યું છે. સ્પેશિયલ સેલને મળેલી આ જાણકારી બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ફરાર 2 આતંકવાદીઓને શોધવામાં લાગી ગઇ છે, જે હજુ સુધી ફરાર છે, કારણ કે સ્પેશિયલ સેલને મળેલા ઇનપુટ્સ અનુસાર, આ લોકો 26 જાન્યુઆરી પહેલા લોન વુલ્ફ એટેકના રૂપમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. જો કે આ 6 આતંકવાદીના કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના ટ્રેન્ડને જોઇ પોલીસને લાગે છે કે, આ લોકો ફક્ત હિન્દુ નેતા અને પોલીસના કોઇ અધિકારી પર ગોળી ચલાવ્યા બાદ છરાથી ઇજા પહોંચાડી શકે છે. એલર્ટના પગલે ગુજરાત અને દિલ્હી હાઇએલર્ટ પર છે ત્યારે ધાર્મિક સ્થળો, ભીડવાળી જગ્યા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer