એક માસ પૂર્વે ભદ્રેશ્વરની નદીમાંથી 16 લાખની રેતી ચોરી સબબ પાંચ સામે ગુનો દાખલ

ભુજ, તા. 13 : એકાદ માસ પૂર્વે ભદ્રેશ્વરની નદીના પટમાંથી વગર પાસ રોયલ્ટી વગર ખનિજ રેતી 3433.50 ટનની ચોરી સબબ રૂા. 16,68,107ની ખનિજ ચોરીના ગુના સબબ પાંચ તહોમતદાર સામે ફરિયાદ દાખલ થઈ છે. ગત તા. 10/12/19ના પૂર્વ કચ્છ ગાંધીધામની ગુનાશોધક શાખા દ્વારા ભદ્રેશ્વરની નદીમાંથી બિનઅધિકૃત રીતે ખોદકામ કરી રેતીચોરી પર ધોસ બોલાવી વાહનો ઝડપી મુંદરા મરિનને સોંપવામાં આવ્યા બાદ આ અંગે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાને અહેવાલ સોંપાયા બાદ કચેરીની ટીમે સ્થળ નિરીક્ષણ કરી 3433.50 ટનની રેતીની ચોરી થઈ હોવાનું તેમજ અન્ય નુકસાની બદલ કુલ રૂા. 16,68,107ની ખનિજ ચોરી થઈ હોવાનું જણાવી આ કામના તહોમતદાર દિલીપસિંહ જાડેજા (રહે. ભદ્રેશ્વર), રાજેશ ડાયાભાઈ વાઘમશી (શિરાચા), ઈશ્વરભાઈ રાણાભાઈ ઠાકોર (ગળપાદર, તા. ભુજ), વાલજીભાઈ કાનજીભાઈ આહીર (અંજાર) તથા રહીમભાઈ જુસબભાઈ હાલેપોત્રા (અંજાર)ને દર્શાવી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer