નાગોર ફાટક પાસે માર્ગ પર ઠલવાતા કચરાથી પરેશાની

નાગોર ફાટક પાસે માર્ગ પર  ઠલવાતા કચરાથી પરેશાની
ભુજ, તા. 13 : કચ્છના નમકાચ્છાદિત ભૂપટનાં સૌંદર્યને માણવા દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ જે માર્ગેથી રણોત્સવ માણવા પહોંચતાં હોય છે એ ભુજ-ખાવડા રસ્તાને જોડતા નાગોર-ફાટક પાસેના મુખ્ય માર્ગ પર જ નગરપાલિકા અને ખાનગી વાહનચાકલો ઘન કચરો ઠાલવતા અહીંથી પસાર થતા પ્રવાસીઓની સાથે આજ માર્ગ પર રેલવે સ્ટેશન અને એરપોર્ટ આવેલા હોવાથી બહાર ગામના મુસાફરો ભુજ શહેરની ગંદકીભરી છાપ લઇને જાય છે. કમસેકમ નગરપાલિકાએ શહેરના ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા નાગોર ફાટકની જમણી બાજુ ખુલ્લા પ્લોટમાં અગાઉથી કરેલી છે પરંતુ વાહનચાલકો મુખ્ય રસ્તા પર ઠાલવીને રવાના થઇ જાય છે, જેને પગલે પશુ-પક્ષીઓનો અહીં જમાવડો રહે છે અને અહીંથી પસાર થતા પ્રવાસીઓને નાકે દમ આવી જાય છે. જેથી સત્વરે ફાટકની બન્ને બાજુના માર્ગો પરથી સફાઇ અત્યંત જરૂરી છે તેવી લોક માગણી ઊઠી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer