તારામતી સાહિત્ય-કલા પુરસ્કારની જાહેરાત

તારામતી સાહિત્ય-કલા પુરસ્કારની જાહેરાત
મુંબઈ, તા. 13 : શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર 2019 માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે કચ્છી પ્રકાશનોની ગુણવત્તાનું પ્રશંસનીય ધોરણ જોઈ સમિતિએ ગદ્ય-પદ્ય બંને વિભાગને પ્રાધાન્ય આપ્યું છે. આ એવોર્ડ માટે ડો. ગુલાબ દેઢિયા (મુંબઈ) કચ્છી ભાષામાં સાહિત્ય સર્જન ક્ષેત્રે આજીવન પ્રદાન માટે, દાનુભા સોઢા (ભુજ) પારંપરિક ભજન ગાયકી ક્ષેત્રે આજીવન પ્રદાન માટે, રાજેશ પઢારિયા (ભુજ) સંગીતના વિવિધ ક્ષેત્રે, સુનીલ વિશ્રાણી (મુંબઈ) રંગભૂમિ-અભિનય ક્ષેત્રે, વિશ્રામ ગઢવી (મોટા લાયજા-કચ્છ) વર્ષ 2018ના શ્રેષ્ઠ (ગદ્ય) પુસ્તક તરીકે, કચ્છી વાર્તા સંગ્રહ `ઓમાણ' માટે, પબુ ગઢવી `પુષ્પ' (ભુજ) વર્ષ 2018ના શ્રેષ્ઠ (પદ્ય) પુસ્તક તરીકે કચ્છી કાવ્યસંગ્રહ `હીંયારી' માટેની પસંદગી કરવામાં આવી છે. પુરસ્કાર એનાયત કરવાનો જાહેર કાર્યક્રમ રવિવાર તા. 9 ફેબ્રુઆરી, 2020ના સવારે 9 વાગ્યે મૈસુર એસોસીએશન હોલ, ભાઉદાજી રોડ, માટુંગા, મુંબઈ ખાતે યોજાશે. પુરસ્કાર પસંદગી સમિતિમાં વિશનજી હરશી ગાલા, માધવ જોશી `અશ્ક', ડો. વિશન નાગડા, ડો. માધુરી છેડા પીએચ.ડી. અને લક્ષ્મીચંદ ગોગરી રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer